For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યુ છેવેટ કેમ તેમણે ભાજપ સાથે કર્યુ ગઠબંધન, આપ વિશે કહી આ વાત

કેપ્ટન અમરિંદર સિંહે સત્તામાં વાપસી માટે તેમણે ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધનને લઈને ખુલીને વાત કરી છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ કોંગ્રેસથી અલગ થયા બાદ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ માટે પડકાર ઘણા મુશ્કેલ બની ગયા છે. કોંગ્રેસથી અલગ થઈને કેપ્ટન અમરિંદર સિંહે અલગ પાર્ટી બનાવી અને તે પંજાબના ચૂંટણી મેદાનમાં છે. સત્તામાં વાપસી માટે તેમણે ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધનને લઈને ખુલીને વાત કરી છે. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યુ કે મનો લોકોની ઘણી સારી પ્રતિક્રિયા મળી રહી છે. ગઈ રાતે મને લાગી રહ્યુ હતુ ક લોકો સ્ટેજ તોડી દેશે. આ સાથે જ અમરિંદર સિંહે કહ્યુ કે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં અંદર જ અંદર લહેર છે. આના માટે ઉજ્વલા સ્કીમ, ફ્રીમાં રાશન વિતરણ અને અન્ય સબસિડી મહત્વની છે. દરેક ગરીબને દર મહિના લગભગ 2000 રૂપિયા મળી રહ્યા છે. લોકો ઘણી વાર મારી દીકરીને કહે છે કે વોટ મોદીને જ આપીશુ. મે પણ ગરીબો માટે ઘણુ બધુ કર્યુ છે, લાલ ડોરા અને બસેરા પ્રોજેક્ટ હેઠળ મે મુખ્યમંત્રી તરીકે રાજ્યના ગરીબો માટે ઘણુ બધુ કર્યુ. મે લોકોને 5 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો આપ્યો જેના કારણે લોકોને પ્રાઈવેટ હોસ્પિટલોમાં ઈલાજ કરાવવાની આઝાદી મળી.

Amrinder Singh

છેવટે અમરિંદર સિંહે ભારતીય જનતા પાર્ટીને કેમ પસંદ કરી આ સવાલના જવાબમાં કેપ્ટન અમરિંદર સિંહે ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ કે ભાજપ સાથે ગઠબંધન પંજાબ માટે સારુ છે. અમે કોઈ રાષ્ટ્રીય દળ વિના કામ ન કરી શકીએ. કેન્દ્રના ફંડ વિના અમારી પાસે સેલેરી આપવા માટે પણ પૈસા નહિ હોય, ભાજપ મારી સાથે ઘણુ સારુ રહ્યુ છે. મારી તેમની સાથે કોઈ મુશ્કેલી નથી રહી. પંજાબના ઈન્ચાર્જ મંત્રી ગજેન્દ્ર્ શેખાવત, દરેક વસ્તુ માટે ઉપલબ્ધ રહે છે. જ્યારે હું 1980માં કોંગ્રેસનો સાંસદ બન્યો હતો ત્યારે મારી મા ભાજપમાંથી રાજ્યસભા સાંસદ હતી.

વળી, આમ આદમી પાર્ટી વિશે કેપ્ટન અમરિંદર સિંહે કહ્યુ કે મને હજુ પણ ખબર નથી કે આ એક રાજકીય દળ છે કે કોઈ આંદોલન. મને ખબર છે કે લોકો કહી રહ્યા છે કે તે પારંપરિક પાર્ટીઓમાં ફેરફાર ઈચ્છે છે પરંતુ લોકોએ ગઈ વખતે પણ આ જ કહ્યુ હતુ. ચૂંટણી રણનીતિકારોએ કહ્યુ હતુ કે આપને 100થી વધુ સીટો મળશે પરંતુ તેમને માત્ર 20 સીટો જ મળી. મને નથી લાગતુ કે તે આ વખતે કંઈ સારુ કરી શકે છે. સંયુક્ત સમાજ મંચ ખેડૂતોની પાર્ટી છે અને તે આપને નુકશાન પહોંચાડશે. જોવાની વાત એ છે ડેરા સચ્ચાના લોકો ક્યાં જાય છે, તેની સાથે પણ ઘણા નાના ખેડૂતો છે.

કેન્દ્ર સરકાર પાસે બધા ફંડને લઈને અમરિંદર સિંહે કહ્યુ કે બંધારણમાં સંઘીય વ્યવસ્થા છે પરંતુ દરેક વસ્તુની કેન્દ્રીકરણ થઈ ગયુ છે. ભારત સરકારે અમારી બધા તાકાત લઈ લીધી છે. ભાજપ તો અત્યારે આવ્યુ, બધુ કેન્દ્રીકરણ કોંગ્રેસ સરકાર દરમિયાન થયુ હતુ. જીએસટી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના દિમાગની ઉપજ હતી. પરંતુ આની વહેંચણી સમાન રીતે નથી થતી. જો ચરણજીત સિંહ ચન્ની રાજ્યના ફરીથી મુખ્યમંત્રી બને તો શું મોદી સરકાર તેમની સાથે અલગ વર્તન કે આના પર અમરિંદર સિંહે કહ્યુ કે મને એવુ નથી લાગતુ. જ્યારે અમે વિપક્ષમાં હતા, મનમોહન સિંહ અકાલીને બધુ આપી રહ્યા હતા, મે તેમને કહ્યુ હતુ કે તમે શું કરી રહ્યા છો, એ આપણા વિરોધી છે, તેમણે કહ્યુ, જ્યારે હું ખુરશી પર છુ, હું ભારતનો પ્રધાનમંત્રી છુ.

English summary
Captain Amrinder Singh speaks why did he aligned with BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X