For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોની, સચિન અને સુબ્રત રોય સહિત 14 સામે કેસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

હરિદ્વાર, 15 જૂન: 'આઓ કરે મિલાવટ સે જંગ'ની જાહેરાતના માધ્યમથી કમાણી કરનાર ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ અને સહારા સમૂહના માલિક સુબ્રત રોય સહિત 14 લોકો વિરૂદ્ધ હરિદ્વારની એડીએમ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના પર આરોપ છે કે ક્યૂ શોપની જાહેરાતથી તેના ઉત્પાદક સરસિયાના તેલમાં ભેળસેળ જોવા મળી છે. રૂદ્રપિરની સ્ટેટ લેબ અને સેંટ્રલ પુણે લેબમાંથી ભેળસેળની પુષ્ટી થયા બાદ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સહારા ક્યૂ શોપના સરસરિયાના તેલમાં ભેળસેળની પુષ્ટિ થયા બાદ ખાદ્ય સુરક્ષા વિભાગે સહારા પ્રમુખ સુબ્રત રોય સહારા, ટીમ ઇન્ડિયાના આઠ ક્રિકેટર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, ગૌતમ ગંભીર, સુરેશ રૈના અને ઝહીર ખાન અને બે ફિલ્મ સ્ટાર પ્રિયંકા ચોપડા, ઋત્વિક રોશન સહિત 14 લોકો વિરૂદ્ધ એડીએમ હરિદ્વારની કોર્ટમાં કેસ દાખલ કરાવવામાં આવ્યો છે.

વિભાગે સરસિયાના તેલમાં ભેળસેળના મુદ્દે ઉત્પાદનના પ્રચાર કરનાર ઉપરાંત નિર્માતા, વિતરક તથા ડેપો સંચાલક વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સહારા ક્યૂ શોપની અધિકૃત વેબસાઇટ પર ચેરમેનના સંદેશામાં પ્રોડક્ટને સો ટકા શુદ્ધ અને ઉત્તમ ગુણવત્તાનો દાવો કર્યો છે. જેથી વિભાગે સહારા ક્યૂ શોપના મેનેજિંગ વર્કર અને ચેરમેન સુબ્રત રોય સહારાને પણ સરસિયાના તેલમાં ભેળસેળની પુષ્ટિ પર પાર્ટી બનાવ્યા છે.

subrata-sachin-dhoni

ખાદ્ય સુરક્ષા વિભાગના ખાદ્ય સુરક્ષા અધિકારી (રૂડકી) દિલીપ જૈને જણાવ્યું હતું કે 26 ડિસેમ્બર 2012ના બહાદરાબાદ સ્થિત સહારા ક્યૂ શોપના ડેપોમાંથી સરસરિયાનું તેલ, જામ, ચણાનો લોટના સેમ્પલ લેવામાં આવ્યાં હતા, જેની તપાસ માટે રૂદ્રપુર સ્ટેટ લેબમાં મોકલવામાં આવ્યાં હતા. સ્ટેટ લેબમાં ઉત્પાદનોમાં મિસ લીડિંગ (મિથ્યા પ્રચાર)ની પુષ્ટિ થઇ છે. આ મુદ્દે વિભાગ સહારા ક્યૂ શોપને નોટીસ મોકલી છે.

સહારા ક્યૂ શોપે સ્ટેટ લેબના રિપોર્ટને પડકાર ફેક્યો છે. ત્યારબાદ વિભાગે ઉત્પાદનોને તપાસ માટે સેંટ્રલ લેબ પુણે મોકલ્યા છે. 25 માર્ચ 2013 સુધી વિભાગને પુણે લેબમાંથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની પુષ્ટિના રિપોર્ટ મળી ગયા છે. વિભાગે સહારા ક્યૂ શોપના બહાદરાબાદ સ્થિત ડેપો સંચાલક રાજેશ કુમાર પુત્ર રધુનાથ ચંદ નિવાસી ગોવિંદપુર હરિદ્વાર, નિર્માતા આરએનજે ઓયલ એન્ડ ફેટ પ્રા.લિ. જયપુર રાજસ્થાન તથા વિતરક સહારા ક્યૂ શોપ યૂનિક કાનપુરને પણ પાર્ટી બનાવવામાં આવ્યાં છે.

English summary
A case has been registered against eight Indian cricketers and Sahara-Q shop owner Subrata Roy by the Department of Food Safety, Uttarakhand for misleading advertisement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X