સાવધાન! લાશોના ઢગલા કરી શકે છે કોરોના વાયરસનું આ નવું વેરિયન્ટ!
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ફરી એક વખત માથુ ઉચકી રહ્યો છે. ઘણા દેશોમાં કોવિડ-19 ના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોના વાયરસની ત્રીજી લહેરની ચેતવણી આપવામાં આવી છે.
વોશિંગ્ટન: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ફરી એક વખત માથુ ઉચકી રહ્યો છે. ઘણા દેશોમાં કોવિડ-19 ના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોના વાયરસની ત્રીજી લહેરની ચેતવણી આપવામાં આવી છે. પરંતુ કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે એક ભયાનક સમાચાર સામે આવ્યા છે. કોવિડ -19 નું સૌથી ખતરનાક વેરિઅન્ટ અમેરિકામાંથી મળી આવ્યું છે. આ વેરિઅન્ટનું નામ R.1 વેરિએન્ટ છે.

વિશ્વભરમાં R.1 વેરિએન્ટના ઓછા દર્દીઓ હોવા છતાં તેનું જોખમ વધારે છે. કોરોના વાયરસને દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને વિશ્વભરમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે નોંધપાત્ર વાત એ છે કે, કોરોનાની બીજી લહેરમાં ભારતમાં લોકોને ઘણું સહન કરવું પડ્યું હતું. કોરોનાના વેરિએન્ટ R.1 એ ફરી એકવાર વિશ્વની ચિંતા વધારી છે.
નિષ્ણાતોએ લોકોને કોરોના વાયરસના આ ખતરનાક વેરિઅન્ટ વિશે ચેતવણી આપી છે. સંશોધકોએ તાજેતરમાં અમેરિકામાં કોરોનાના R.1 વેરિઅન્ટની ઓળખ કરી છે. નિષ્ણાતો કહે છે કે R.1 વેરિએન્ટના કેસ ઓછા હોવા છતાં બેદરકારી ન રાખી શંકાય. આ વેરિઅન્ટ ખતરનાક સાબિત થઈ શકે છે.
નિષ્ણાતોના મતે, યુએસમાં સંશોધકોએ દ્વારા R.1 વેરિએન્ટની ઓળખ ભલે કરવામાં આવી હોય પરંતું આ વેરિઅન્ટ ગયા વર્ષે જાપાનમાં મળી આવ્યું હતું. આ સિવાય R.1 વેરિએન્ટે બીજા ઘણા દેશોમાં પણ દસ્તક આપી છે. અમેરિકા સહિત વિશ્વના લગભગ 35 દેશોમાં કોરોનાના R.1 વેરિઅન્ટના કેસ મળી આવ્યા છે. આ કેસની સંખ્યા 10 હજારથી વધુ છે.












Click it and Unblock the Notifications
