For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાવેરી વિવાદ: પોલિસ ફાયરિંગમાં બે ઇજાગ્રસ્ત, 52 બસો સળગી

|
Google Oneindia Gujarati News

કાવેરી મુદ્દે કર્ણાટકની રાજધાની બેંગલુરુ ભડભડ બળી રહ્યું છે. પ્રદર્શનકારીઓનો ગુસ્સો થમવાનું નામ નથી લઇ રહ્યો. હેગનહલ્લી અને રાજગોપાલ નગરમાં પોલિસ ફાયરિંગમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. સુત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ જ્યારે પ્રદર્શનકારીઓ પોલિસની ગાડીને આગ લગાવવા જઇ રહ્યા હતા ત્યારે પોલિસ દ્વારા કરવામાં આવેલી ફાયરિંગમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે.

burning car bangalore

વધુમાં પ્રદર્શનકારીઓ દ્વારા અત્યાર સુધીમાં 52 બસોને આગ ચાંપવામાં આવી છે. વળી બેંગલુરુમાં ભડકેલી હિંસા બાદ અમેરિકાએ એક એડવાઇઝરી બહાર પાડી પોતાના તમામ નાગરિકોને વિરોધ પ્રદર્શન વિસ્તારથી દૂર રહેવાનું જણાવ્યું છે. કાવેરી વિવાદ મુદ્દે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં 15,000 પોલીસકર્મીઓને તેનાત કરવામાં આવ્યા છે.

અને અનેક વિસ્તારોમાં 144ની ધારા લગાવવામાં આવી છે. વધુમાં સિલ્ક રોડ, તનરય રોડ, હેગડે નગર જેવા વિસ્તારમાં આગજનીની ધટના બની છે. જેના પગલે રેપિડ એક્શન ફોર્સ, સિટી આર્મ્ડ રિઝર્વ પોલિસ અને કર્ણાટક સ્ટેટ રિઝર્વ પોલિસને તેનાત કરવામાં આવી છે. સાથે 270 ચિતા મોબાઇલ પોલિસને તેનાત કરવામાં આવી છે.

bangalore

જો કે બેંગલુરુ પોલિસે સ્થાનિક લોકો અપીલ કરી છે કે તે અફવાઓ પર ધ્યાન ન આપે. અને શાંતિ બનાવી રાખે. વળી સ્થિતિને જોતા મેટ્રો સેવા પણ બંધ કરવામાં આવી છે. અને શાળાઓને પણ જલ્દી બંધ કરવામાં આવી છે. ખાસ કરીને તમિલનાડુની ગાડીઓ પર પથ્થર ફેંકવા અને આગજનીની ધટનાઓ થઇ રહી છે. જો કે હજી સુધી કોઇ જાનહાનિના ખબર નથી મળ્યા. બસ સ્ટેન્ડ પર પણ વિરોધ પ્રદર્શન સમેત પથ્થરબાજી થઇ રહી છે.

સીએમ પત્ર લખ્યો
વધુમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાને હિંસક વિરોધ પ્રદર્શન અંગે પત્ર લખ્યો છે. અને તમિલનાડુમાં રહેતા કન્નડભાષી લોકોની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવાની વાત કરી છે.

English summary
cauvery protest 15 0000 police men officers have been deployed bengluru
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X