ભૂતપૂર્વ પર્યાવરણ મંત્રી જયંતી નટરાજનને ત્યાં CBIની રેડ પડી

Posted By:
Subscribe to Oneindia News

ભૂતપૂર્વ પર્યાવરણ મંત્રી જયંતી નટરાજનને ત્યાં સીબીઆઇની રેડ પડી છે. આ રેડ તેમના ચેન્નઇ સ્થિત ઘરે પાડવામાં આવી છે. જયંતી નટરાજન કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઇ રહી છે તેવી ખબરો જ્યાં જોરશોરથી ચર્ચાઇ રહી હતી ત્યાં જ આ રેડ પડવાની ખબર આવી છે. સીબીઆઇએ જયંતી વિરુદ્ધ સેક્શન 120 પીસી એક્ટ હેઠળ એફઆરઆઇ દાખલ કરી છે. અને તેમની પર કાવતરું કરવા અને પોતાના પદનો અયોગ્ય ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ ધારા હેઠળ સીબીઆઇએ ઇલેક્ટ્રોસ્ટીલ કાસ્ટિંગ લિમિટેડ અનેન અન્ય કેટલાક લોકો પર પણ એફઆઇઆર નોંધી છે.

jayanti natrajan

આ મામલે સીબીઆઇએ દિલ્હી, કોલકત્તા, ચેન્નઇ, રાંચી અને ઓડિસ્સાના સુંદરગઢમાં પણ રેડ પાડી છે. સીબીઆઇ પહેલા જ બે પ્રાઇવેટ કંપનીઓ પર જંગલની જમીનને લઇને તપાસ કરી રહી હતી. આ કંપનીઓ પર આરોપ છે કે તેમણે જમીનનો ઉપયોગ ખાણકામ માટે કર્યો છે. આવું ત્યારે થયું છે જ્યારે જયંતી મંત્રી હતી. આ આરોપ હેઠળ ઝારખંડના જંગલોની જમીનનો ઉપયોગ ખોટી રીતે માયનિંગમાં ઉપયોગ થયો છે, તેવું કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 2015માં જયંતી નયરાજને કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. વધુમાં સીબીઆઇએ ઝારખંડમાં કોલ બ્લોકની ફાળવણી મામલે પણ છેતરપીંડી મામલે તપાસ કરી છે.

English summary
CBI carries out searches at the premises of Jayanthi Natarajan in Chennai.
Please Wait while comments are loading...