For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

INX Media Case: સીબીઆઈએ દાખલ કરેલ ચાર્જશીટમાં પી ચિદમ્બરમ, કાર્તિ સહિત 14ના નામ સામેલ

INX Media Case: સીબીઆઈએ દાખલ કરેલ ચાર્જશીટમાં પી ચિદમ્બરમ, કાર્તિ સહિત 14ના નામ સામેલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આઈએનએક્સ મીડિયા કેસ સાથે જોડાયેલ મની લોન્ડ્રિં મામલામાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે. દિલ્હીની એક અદાલતમાં દાખલ સીબીઆઈની ચાર્જશીટમાં કોંગ્રેસ સાંસદ પી ચિદમ્બરમ, તેમના દીકરા સાંસદ કાર્તિ ચિદમ્બરમ અને પીટર મુખરજીનું નામ સામેલ છે. ચાર્જશીટમાં કુલ 14 નામ સામેલ છે. આ ત્રણ સિવાય ચાર્જશીટમાં સિંધુશ્રી ખુલ્લર, ભાસ્કર, અનૂપ પુજારી, પ્રબોધ સક્સેના, આર પ્રસાદ, આઈએનએક્સ મીડિયા, એએસસીએલ, શતરંજ પ્રબંધન અને નાણા મંત્રાલયના ચાર પૂર્વ ઑફિસર્સના નામ છે. કોર્ટ 21 ઓક્ટોબરે ચાર્જશીટ પર સુનાવણી કરશે.

p chidambaram

2007માં પી ચિદમ્બરમના નાણામંત્રી રહેતા આઈએનએક્સ મીડિયા ગ્રુપને 305 કરોડ રૂપિયાનું વિદેશી ધન હાંસલ કરવા માટે વિદેશી નિવેશ સંવર્ધન બોર્ડની મંજૂરીમાં અનિયમિતતા વરતવાનો આરોપ છે. આ મામલે ધરપકડ કરાયેલ ચિદમ્બરમ હાલ જેલમાં છે. આ મામલે તેમના દીકરા કાર્તિ ચિદમ્બરમ પણ આરોપી છે, તે પણ મામલે જેલ જઈ ચૂક્યો છે અને હાલ જામીન પર છે. જ્યારે પીટર મુખરજી હત્યાના મામલામાં જેલમાં બંધ છે.

પી ચિદમ્બરમ સીબીઆઈની ધરપકડમાં તિહાર જેલમાં છે. સીબીઆઈએ 21 ઓગસ્ટે પી ચિદમ્બરમને દિલ્હી સ્થિત તેમના ઘરેથી પકડ્યા હતા. જે બાદથી ચિદમ્બરમ હજુ જેલના સળિયા પાછળ જ છે. દિલ્હી હાઈકોર્ટમાં ચિદમ્બરમની જામીન અરજી રદ્દ થઈ ચૂકી છે.

આ મામલાની ઈડી પણ તપાસ કરી રહી છે. ચિદમ્બરમને કસ્ટડીમાં લેવા માટે ઈડીએ અદાલત પાસે મંજૂરી માંગી હતી, જે બાદ ઈડીએ તેની જેલમાં પૂછપરછ કરી. ઈડી કાર્તિની પણ સતત પૂછપરછ કરી રહ્યું છે. ઈડીએ ગત વર્ષે ભારત, બ્રિટન અને સ્પેનમાં કાર્તિની 54 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાનો દાવો કર્યો હતો.

<strong>કોણ છે આગામી CJI શરદ અરવિંદ બોબડે? વિસ્તૃત પરિચય મેળવો</strong>કોણ છે આગામી CJI શરદ અરવિંદ બોબડે? વિસ્તૃત પરિચય મેળવો

English summary
CBI filled charge sheet in inx media case, 14 including p chadambaram's names are in it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X