સીબીઆઇના આ સાત પ્રશ્નોના જવાબ આપવા પડશે પવન બંસલે

સીબીઆઇને શંકા છે કે રેલવેના આ મોટા ખેલમા ઘણા મોટા અધિકારીઓ સામેલ હોઇ શકે છે. સીબીઆઇ આ બધાને પૂછપરછ કરીને લાંચકાંડની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે. આ કડીમાં જાડાવા દરમિયાન માનવામાં આવી રહ્યું છે કે સીબીઆઇ ટૂંકસમયમાં પૂર્વ રેલવેમંત્રી પવન બંસલની પણ પૂછપરછ કરી શકે છે.
માનવામા આવી રહ્યું છેકે, સીબીઆઇની એક વિશેષ ટીમ પવન બંસલની પૂછપરછ કરી શકે છે. બંસલની પૂછપરછ કરવા માટે સીબીઆઇ પ્રશ્નો તૈયાર કરી રહી છે અને ગમે તે સમયે પૂછપરછનો દોર શરૂ થઇ શકે છે. સીબીઆઇ સંપૂર્ણ તૈયારી સાથે બંસલને ઘેરવા માગે છે. માનવામાં આવી રહ્યું છે કે સીબીઆઇ મહેશ કુમારના સંબંધોને લઇને બસંલને પ્રશ્નો પૂછી શકે છે. કેવા હોઇ શકે છે સીબીઆઇના પ્રશ્નો-
-- સીબીઆઇ પૂછી શકે છે કે શું પવન બંસલ મહેશ કુમારને મળ્યા હતા?
-- જો મળ્યા હતા તો કેટલીવાર મળ્યા હતા?
-- શું મુંબઇ જતી વખતે મહેશ કુમારની સાથે બંસલ પણ હતા?
-- એ બન્ને વચ્ચે શું-શું વાત થઇ હતી?
-- વિજય સિંગલાએ કેટલીવાર મહેશ કુમાર સાથે તેમની મુલાકાત કરાવી હતી?
-- વિજય સિંગાલ અને પવન બંસલ વચ્ચે કેવા પ્રકારના વ્યવસાયિક સંબંધો છે?
-- શું બંસલને ખબર હતી કે સિંગલાએ તેમના પીએની મુલાકાત મહેશ કુમાર સાથે કરાવી હતી?












Click it and Unblock the Notifications
