For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજા ભૈયા સામે નોંધાયો હત્યાનો કેસ, CBI દ્વારા ધરપકડ નિશ્ચિત

|
Google Oneindia Gujarati News

લખનઉ, 7 માર્ચ: ઉત્તર પ્રદેશના ડીએસપી જિયા ઉલ હક મર્ડર કેસમાં સીબીઆઇએ રાજા ભૈયાની સામે અપરાધિક કાવતરું અને હત્યાનો કેસ દાખલ કર્યો છે. આની સાથે જ રાજા ભૈયાની ધરપકડ ટૂંક સમયમાં થવાની શક્યા પાક્કી થઇ ગઇ છે. સીબીઆઇએ આ મામલો ડીએસપીની પત્ની પરવીન આઝાદની ફરિયાદના આધારે નોંધ્યો છે. સીબીઆઇની એક 10 સભ્યોવાળી એક ટીમ ઇલાહાબાદથી આઇજીને લઇને કૂંડા માટે રવાના થઇ ચૂકી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડીએસપીની પત્ની નોંધાવેલી ફરિયાદના આધારે જ આ પહેલા યુપી પોલીસે કેસ નોંધ્યો હતો. સીબીઆઇએ આ મામલમાં 4 અલગ અલગ એફઆઇઆઇ નોંધી છે.

raja bhaiya
જેમાં પહેલી એફઆઇઆર ડીએસપી જિયા ઉલ હકની હત્યાના મામલે, બીજી એફઆઇઆર માર્યા ગયેલા ગ્રામ પ્રધાન નન્હે યાદવની હત્યાના મામલે, ત્રીજી એફઆઇઆર ગ્રામ પ્રધાનના ભાઇ સુરેશ યાદવની હત્યા સાથે જોડાયેલી છે. અને ચોથી એફઆઇઆર કૂંડામાં થયેલી એ બબાલ સાથે જોડેયેલી છે જે એ દિવસે કુંડામાં થઇ હતી.

બીજી બાજું અખિલેશ સરકાર ડીએસપી હત્યાકાંડની તપાસ સીબીઆઇને સોંપીને શું આખા મામલામાં પોતાનો હાથ અધ્ધર કરી દેવા માગે છે. એ સવાલ ત્યારે વધુ મહત્વનો બની જાય છે જ્યારે સીબીઆઇ યુપીના ખાદ્યાન્ન ગોટાળામાં રાજા ભૈયા સામે 5 વર્ષ પછી પણ તપાસ પૂરી ના કરી શકી હોય.

અહીં સુધી પરિણામ શૂન્ય છે કે સીબીઆઇએ આ મામલે ફરિયાદીપક્ષોની મજિસ્ટ્રેટ સામે નિવેદન પણ નોંધાવ્યું નથી, તેમજ રાજા ભૈયાની પુછપરછ પણ કરી નથી. એવામાં આ નવા કેસની તપાસ કેટલી ચૂસ્તતાઇથી કરવામાં આવે છે તે સમય જ નક્કી કરશે.

English summary
CBI registers four separate FIRs in DSP’s killing case, names Raja Bhaiya.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X