કોલસા કૌભાંડઃ CBIના અહેવાલથી કેન્દ્રને ઝટકો

સીબીઆઇએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે નાણાકીય વર્ષ 2006-09 દરમિયાન થયેલી કોલસા ખાણોની ફાળવણી માટે કંપનીઓ દ્વારા પ્રસ્તુત સાક્ષ્યોની કોઇ તપાસ કરવામાં આવી નથી. આ વચ્ચે સુપ્રીમ કોર્ટે સીબીઆઇને નિર્દેશ આપતા કહ્યું કે તપાસ અહેવાલની માહિતી તે સરકારને ના આપે.
સુપ્રીમ કોર્ટે સીબીઆઇને એક એફિડેવિટ કરાવવા માટે કહ્યું કે જેથી આશ્વસ્ત થઇ શકે કે કોલસા કૌભાંડના તપાસ અહેવાલનો ઉલ્લેખ સરકારમાં બેસેલા રાજનેતાઓને કરવામાં આવ્યો નથી. કેન્દ્રએ સીબીઆઇના નિષ્કર્ષ પર આપત્તિ દર્શાવી છે અને કહ્યું છે કે એજન્સી આ સંબંધમાં અંતિમ નિર્ણાયક ઓથોરિટી નથી.
કેગે સંસદમાં રજૂ કરેલા પોતાના અહેવાલમાં કહ્યું હતું કે જો કોલસા ક્ષેત્રની ફાળવણીમાં મનમાની કરવામાં આવી ના હોત તો સરકારની તિજોરીને 1.85 લાખ કરોડ રૂપિયાનું નુક્સાન થયું ના હોત.












Click it and Unblock the Notifications
