સીબીએસઈ ધોરણ 10નુ પરિણામ જાહેર, 91.46% છાત્રો થયા પાસ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(સીબીએસઈ)એ ધોરણ 10નુ પરિણામ આજે એટલે કે બુધવારે જારી કરી દીધુ છે.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(સીબીએસઈ)એ ધોરણ 10નુ પરિણામ આજે એટલે કે બુધવારે જારી કરી દીધુ છે. આ વર્ષે ધોરણ 10માં કુલ પાસ ટકા 91.46% છે. સીબીએસઈ ધોરણ 10માંની પરીક્ષામાં લગભગ 18 લાખ છાત્રો બેઠા હતા. હવે પરિણામ જાહેર થયા બાદ આ બધાની આતુરતાનો અંત આવ્યો. કેન્દ્રીય માનવ સંશાધન તેમજ વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે એક દિવસ પહેલા ટ્વિટ કરીને માહિતી આપી હતી કે પરિણામ બુધવારે જારી કરવામાં આવશે.

આ વેબસાઈટ પર કરો ચેક
cbseresults.nic.in
cbse.nic.in
results.nic.in
સીબીએસઈ ધોરણ 10નુ રિઝલ્ટ આવી રીતે કરો ચેક
સૌથી પહેલા સીબીએસઈની અધિકૃત વેસબાઈટ cbseresults.nic.in પર જાવ. હવે અહીં રિઝલ્ટ 2020ની લિંક દેખાશે તેના પર ક્લિક કરી દો. ત્યારબાદ એક લૉગઈન પેજ ખુલશે, તેમાં માંગવામાં આવેલી માહિતી આપો. પછી સબમિટ બટન પર ક્લિક કરી દો. ત્યારબાદ માંગવામાં આવેલી બધી માહિતી આપો. પછી સબમિટ બટન પર ક્લિક કરી દો. ત્યારબાદ સ્ક્રીન પર તમારુ રિઝલ્ટ દેખાશે. તમે ઈચ્છો તો અહીંથી પોતાનુ રિઝલ્ટ ડાઉનલોટ કરી શકશો. ભવિષ્યની સુવિધા માટે રિઝલ્ટની પ્રિન્ટ લેવાની સલાહ આપવામાં આવે છે.
મૂલ્યાંકન કેવી રીતે થયુ?
સીબીએસઈએ 10માં અને 12માં ધોરણનુ રિઝલ્ટ જારી કરવા માટે એક વૈકલ્પિક ગુણ ફોર્મ્યુલા જારી કરી હતી. આ વિશે કહેવામાં આવ્યુ હતુ કે જો કોઈ છાત્રને 3થી વધુ પરીક્ષાઓ આપી હોય, તે તેને બેસ્ટ 3ની સરેરાશ પર બાકી વિષયોમાં ગુણ આપવામાં આવશે. જે છાત્રોએ 3 પેપર આપ્યા છે એમાંએથી જે બે વિષયોમાં સૌથી વધુ ગુણ હશે તેના આધારે સરેરાશ ગુણ આપવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ છાત્રએ એક કે પછી બે વિષયની જ પરીક્ષા આપી હોય તો એવા છાત્રોએ આ વિષયોમાં પ્રદર્શન અને ઈન્ટરનલ પ્રેકટીસ અસેસમેન્ટના ગુણોને ઉમેરીને સરેરાશ ગુણ આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
