ગુજરાતમાં મતદાન હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો પહેલા થશે: EC

Posted By:
Subscribe to Oneindia News

ચૂંટણી પંચના કમિશ્નર અચલ કુમાર જ્યોતિએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી મામલે સ્પષ્ટતા આપતા કહ્યું કે ગુજરાતના શેડ્યુલની યોજના એવી રીતે કરશે કે જેથી ગુજરાત મતદાન હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલા થઇ જાય. જેથી કરીને હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો ગુજરાતના ચૂંટણીના પરિણામો પર કોઇ અસર ના કરે. સાથે જ તેમણે કહ્યું કે ગુજરાતાં પૂર બાદ પુનર્વસનનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે. જેથી કરીને જે સ્ટાફ પુનવર્સનમાં વ્યસ્ત હતો તે હવે ચૂંટણી લક્ષી કાર્યોમાં મદદરૂપ થશે. કુલ 26443 રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂંટણીની જવાબદારીઓ સોંપવામાં આવશે. દિલ્હી ખાતે ચૂંટણી પંચના કમિશ્નર અચલ કુમાર જ્યોતિએ આ તમામ જાણકારી આપવાની સાથે જ જણાવ્યું કે હિમાચલ પ્રદેશના 3 જિલ્લામાં હિમવર્ષો શરૂ થાય તે પહેલા મતદાન કરવાની પણ માંગ ઉઠી છે.

Achal Kumar Joti

ઉલ્લેખનીય છે કે એએનઆઇને આપેલા એક એક્સક્યૂઝિવ ઇન્ટરવ્યૂમાં ચૂંટણી પંચના કમિશ્નર અચલ કુમાર જ્યોતિએ આ વાત ઉચ્ચારી હતી. નોંધનીય છે કે હિમાચલ પ્રદેશમાં 9મી નવેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અને 18 ડિસેમ્બરના રોજ તેના પરિણામોની મતગણતરી શરૂ કરવામાં આવશે. ત્યારે જો ચૂંટણી પંચના કમિશ્નરના ઉપરોક્ત નિવેદનને જોઇએ તો 18મી તારીખ પહેલા એટલે કે ડિસેમ્બરના પહેલા કે બીજા અઠવાડિયામાં ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણીનું મતદાન શરૂ થઇ જશે. ઉલ્લેખનીય છેે કે આજે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી જાણકારી મળી છે. પણ અધિકૃત જાહેરાતની હજી રાહ જોવાય છે. 

English summary
Will plan schedule in Guj in such a way tht polling in Guj is ovr prior to HP result,so tht outcm of result doesn't affect voting in Guj:Chief Election Commissioner Achal Kumar Joti

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.