For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દરેક કર્મચારીને પુછશે મોદી, જણાવો કેટલી મૂડી છે તમારી પાસે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 ઑગસ્ટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલથી જો કોઇ સૌથી વધારે ખુશ હશે તો તે છે અણ્ણા હઝારે. જીહાં, કારણ કે, અણ્ણાએ જે પ્રકારે ભ્રષ્ટાચારને દૂર કરવા માટે દેશમાં મુહિમ ચાલવી છે, કદાચ તેનું જ પરિણામ છેકે મોદી સરકારે આવતા જ ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ એક્શન લેવાનું શરૂ કરી દીધું છે. જો કે હાલ તો આ વાત કેન્દ્રિય કર્મચારીઓ સુધી જ સીમિત છે.

namo
જો તમે કેન્દ્ર સરકારમાં નોકરી કરો છો તો તૈયાર થઇ જાઓ તમારી પ્રોપર્ટી અને અન્ય તમામ માહિતીઓ આપવા માટે. મોદી સરકાર તમારી પાસે ચલ અને અચલ સંપતિ ઉપરાંત બેન્ક એફડીની પણ જાણકારી લેવા માગે છે. તમે ચાલું નાણાકીય વર્ષ દરમિયાન કેટલું સોનું અને શેર ખરીદ્યા તેની જાણકારી પણ તેમને જોઇએ છે.

છેલ્લા બે ત્રણ દિવસોની અંદર રાજધાનીમાં કેન્દ્ર સરકારના અનેક કર્મચારીઓને ચાર પેજના ફોર્મ મળ્યા છે. જેમાં તમને, તેમની પત્ની અને બાળકોની સંપતિની પણ માહિતી માંગવામાં આવી છે. માનવ સંસાધન મંત્રાલયના એક અધિકારીને પણ ઉક્ત ફોર્મ મળ્યું છે. જેમાં તેમની પાસે તેમની સંપતિની વિસ્તારપૂર્વક માહિતી માંગવામાં આવી છે.

શા માટે આવું કરી રહી છે સરકાર

પ્રશ્નાવલી ઘણી જ સઘન છે ઉક્ત અધિકારીએ પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું છેકે, ચાર પેજનું ફોર્મ ભરવામાં આખો દિવસ લાગી જશે. તેમાં ભરવામાં આવતી જાણકારીને એકઠી કરવામાં કલાકો લાગશે. જાણકારોએ જણાવ્યું છેકે, આ ફોર્મને મળ્યા બાદ કર્મીઓમાં ભયની લાગણી ફેલાઇ છે. આ ફોર્મ મિનિસ્ટ્રી ઓફ પર્સનલે મોકલ્યા છે. હજું એ જાણી શકાયું નથી કે સરકાર શા માટે આ બધુ કરી રહી છે અને તેની પાછળનો હેતુ શું છે.

આ વચ્ચે કેન્દ્ર સરકારે પોતાના તમાર કર્મચારીઓની ગણતરી કરવાનો પણ નિર્ણય કર્યો છે. એટલે કે સરકાર એ જાણશે કે તેમના વિભાગોમાં કેટલા કર્મચારીઓ કામ કરી રહ્યાં છે અને તેમનું પદ શું છે. આ સંબંધમાં કેન્દ્ર સરકારના ટોચ સ્તર પર નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છેકે, આ એક મોટી કવાયદ સાબિત થશે. સરકારે આગામી છ મહિનામાં તેને પૂર્ણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. કેન્દ્ર સરકારના એક અધિકારીએ જણાવ્યું છેકે, આ હેઠળ કેબિનેટ સચિવથી લઇને બ્લોક સ્તર પર કામ કરતા કેન્દ્ર સરકારના કર્મીઓની ગણતરી કરવામાં આવશે.

English summary
In order to know the assets of their employees, central government is undertaking a massive exercise.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X