For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારમાં વધશે કામના કલાકો, નહી મળે આરામ!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

modi602
નવી દિલ્હી, 4 જૂન: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સારા દિવસો લાવવાનો વાયદો કર્યો છે. નરેન્દ્ર મોદીએ આ વાયદાને જલદીથી જલદી પુરો કરવા માંગે છે. નરેન્દ્ર મોદી વધુમાં વધુ કામ કરીને પોતાના ટાર્ગેટ પર જલદી પહોંચવા માંગે છે. કહેવાનો મતલબ એ છે કે નરેન્દ્ર મોદીની સરકારમાં કેન્દ્રિય કર્મચારીઓને વધુમાં વધુ કામ કરવું પડશે.

કેન્દ્રિય કર્મચારીઓને કામ કરવાના કલાક વધારવામાં આવશે, અઠવાડિયું નાનું થઇ શકે છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારે કામની સ્પીડ વધારવા માટે અને નક્કી કરવામાં આવેલા સમય પર પુરા કરવાના ઉદ્દેશ્યથી મંત્રાલયો અને વિભાગોમાં કામ કરવાના હાલની સિસ્ટમને સંપૂર્ણપણે બદલવાની પહેલ કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એંડ ટ્રેનિંગને તેના માટે કેબિનેટ નોટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે અને સંસદ સત્રના તાત્કાલિક બાદ કેબિનેટની મંજૂરી મળી શકે છે.

જો કે તમને જણાવી દઇએ કે જ્યાં સુધી આધિકારિક આદેશ નથી આવતો ત્યાં સુધી બધા સેક્રેટરીને મૌખિક નિર્દેશથી શનિવારે પણ ઓફિસ આવવા માટે કહ્યું છે. નરેન્દ્ર મોદીમાં પોતાનામાં કામ કરવાનું જૂનૂન છે તે પોતે 18 કલાક કામ કરે છે. એવામાં તેમણે પોતાની ટીમને પણ તેના માટે તૈયાર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 1985માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ અઠવાડિયામાં પાંચ દિવસની ઓફિસની પરંપરા શરૂ કરી હતી. તેના માટે બાકીના પાંચ ઓફિસ ટાઇમિંગમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો હતો.

પરંતુ નરેન્દ્ર મોદીની યોજના અનુસાર હવે કેન્દ્રિય કર્મચારીને અઠવાડિયામાં માત્ર રવિવારે રજા મળશે, શનિવારે બધા મંત્રાલયો અને વિભાગ ખુલ્લા રહે. તો બીજી તરફ કામના કલાકોમાં પણ પરિવર્તન કરવામાં આવ્યું છે. કામકાજ સવારે 8 વાગ્યાથી સાંજે 7 કલાક ચાલુ રાખવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે અત્યાર સુધી 8 થી 4 વાગ્યા સુધીનો હતો.

English summary
Speculation is rife in various union ministries that the new government under Narendra Modi may revert back to the six-days a week workdays in central government offices after about three decades.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X