SC-ST ક્રીમી લેયર મુદ્દે સુપ્રીમ કોર્ટનો આદેશ પલટલાની તૈયારીમાં કેન્દ્ર સરકાર?
SC-ST અનામતને લઈને સુપ્રીમ કોર્ટે હાલમાં જ મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં SC-ST અનામતમાં ક્રીમી લેયરને મંજુરી આપી છે. હવે આ આદેશને સરકાર પલટવા જઈ રહી છે.
SC-ST અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી અને નિર્ણય લેવામાં આવ્યો છે કે બંધારણ હેઠળ આપવામાં આવી રહેલી અનામત ચાલુ રાખવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી.

અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા અનામતને લઈને આપવામાં આવેલા નિર્ણયમાં એસસી અને એસટી કેટેગરી માટે કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે, તેના પર કેબિનેટમાં પણ વિચાર કરવામાં આવ્યો છે. એનડીએ બાબા સાહેબ દ્વારા બનાવેલા બંધારણ પ્રત્યે પ્રતિબદ્ધ અને સંકલ્પબદ્ધ છે.
તેમણે કહ્યું કે, બાબા સાહેબના બંધારણ મુજબ એસસી અને એસટી માટે અનામતમાં ક્રીમી લેયરની કોઈ જોગવાઈ નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે, પીએમ આવાસ યોજના હેઠળ કામ કરતી બહેનો અને પુત્રીઓ માટે EWS, MIG કેટેગરીમાં 25 લાખ હોમ લોન પર 4 ટકા સબસિડી આપવામાં આવશે અને તે ઓછા વ્યાજ દરે જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત પીએમ આવાસ યોજના હેઠળ 5 વર્ષમાં 3 કરોડ વધુ મકાનો બનાવવામાં આવશે, ખેડૂતોની આવક વધારવા માટે સ્વચ્છ પ્લાન્ટ પ્રોગ્રામ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
