અલગ-અલગ ફોનમાં અલગ ચાર્જ વસુલનારી OLA-Uber પર કેન્દ્ર સરકાર સખ્ત, નોટીસ જારી કરાઈ
Ola Uber Cab Fare : છેલ્લા ઘણા સમયથી લોકો ફરીયાદ કરી રહ્યાં છે કે ઓલા-ઉબેર જેવી કૈબ કંપનીઓ મોબાઈલ ફોન પ્રમાણે ભાડા વસૂલી રહી છે.
લોકો જણાવી રહ્યાં હતા કે એપ્પલ યુઝર્સને મોંઘા ભાડા ચુકવવા પડે છે જ્યારે એન્ડ્રોઈડમાં ભાડુ તેનાથી ઓછુ હોય છે. હવે આ મામલે સરકાર એક્શનમાં આવી છે.

હવે સરકારે કેબ OLA અને Uber પર સિંકજો કસ્યો છે અને ગ્રાહક બાબતોના વિભાગે ગુરુવારે કેબ એગ્રીગેટર્સને નોટિસ જારી કરી છે. સ્માર્ટફોનના આધારે અલગ-અલગ દરો અંગે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ આ નોટિસ મોકલાઈ છે અને રિપોર્ટ પર જવાબ માંગવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર અનેક અહેવાલો આવ્યા બાદ સરકારે ઓલા અને ઉબેર પાસેથી આ જવાબ માંગ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે એન્ડ્રોઇડ અને iOS ડિવાઈસ દ્વારા બુકિંગ કરતી વખતે યુઝર્સ પાસેથી એક જ સેવા માટે અલગ અલગ ભાડા વસૂલવામાં આવી રહ્યા છે.
હવે સરકારે ઓલા અને ઉબેરને નોટિસ ફટકારી છે અને સ્પષ્ટતા માંગી છે. અહેવાલો કહે છે કે એન્ડ્રોઇડ અને આઇફોનથી કેબ બુક કરતી વખતે એક જ સવારી માટે અલગ અલગ ભાડા બતાવવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પણ Xpost પર નોટિસ વિશેની માહિતી શેર કરી છે.
કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, CCPA ને ઓલા, ઉબેર અને રેપિડો જેવા પ્લેટફોર્મની અન્યાયી વેપાર પ્રથાઓ અને ગ્રાહકોના પારદર્શિતાના અધિકાર માટે સ્પષ્ટ અવગણના માટે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું કે સરકાર ગ્રાહકોના શોષણ માટે ઝીરો ટોલરન્સ ધરાવે છે અને તેમણે CCPA ને સંપૂર્ણ તપાસ કરવા અને વહેલી તકે રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે.












Click it and Unblock the Notifications
