For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્ર સરકાર આજથી શરૂ કરશે મફત અનાજ વિતરણ, 81 કરોડથી વધુ લાભાર્થીને મળશે લાભ

અગ્રતા ઘરગથ્થુ કેટેગરી માટે દર મહિને વ્યક્તિ દીઠ આશરે 5 કિલો ફાળવવામાં આવશે. આ સાથે NFSA હેઠળ પૂરી પાડવામાં આવેલી અંત્યોદય અન્ન યોજના (AAY) પરિવારો માટે દર મહિને 35 કિલો પ્રતિ પરિવાર આપવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકાર એક જાન્યુઆરી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનુન(NFSA) અંતર્ગત 81.35 કરોડ લાભાર્થીએ એક વર્ષ માટે સસ્તા અનાજ વિતરણ કરાવશે. ખાદ્ય મંત્રાલયે શનિવારના રોજ એક જાન્યુઆરીથી 31 ડિસેમ્બર, 2023 સુધી NFSA લાભાર્થીઓને વિતરણ કરવાવાળા અનાજને મફત જાહેર કરવામાં આવ્યું છે.

Antyodaya Anna Yojana

કેન્દ્ર સરકાર વર્ષ 2023 માટે રૂપિયા 2 લાખ કરોડથી વધુની ખાદ્ય સબસિડીનો બોઝ સહન કરશે, એમ એક નિવેદનમાં જણાવાયું છે. યોજનાના સરળ અમલીકરણ માટે, ભારતીય ખાદ્ય નિગમ (FCI) ના જનરલ મેનેજરોને તેમના અધિકારક્ષેત્રમાં ત્રણ રાશનની દુકાનોની ફરજિયાત મુલાકાત લેવા અને રિપોર્ટ સબમિટ કરવાનું કહેવામાં આવ્યું છે.

ખાદ્ય મંત્રાલયે મફત અનાજને ધ્યાનમાં રાખીને લાભાર્થીઓને અનાજનું વિતરણ કરતા વેપારીને માર્જિન પ્રદાન કરવાની પદ્ધતિ પર રાજ્યોને સલાહ પણ જાહેર કરવામાં આવે છે.

કેન્દ્ર સરકારની નવી સંકલિત ખાદ્ય સુરક્ષા યોજના જાન્યુઆરી 1, 2023 થી શરૂ થવાની છે, એમ ખાદ્ય મંત્રાલય દ્વારા એક નિવેદનમાં જણાવ્યું હતું. આ યોજના વર્ષ 2023 માટે NFSA હેઠળ 81.35 કરોડ લાભાર્થીઓને મફત અનાજ પ્રદાન કરશે. આ યોજના NFSA ના અસરકારક અને સમાન અમલીકરણની પણ ખાતરી કરશે.

આ અગાઉ NFSA હેઠળ આવરી લેવામાં આવેલા લાભાર્થીઓ 31 ડિસેમ્બર, 2022 સુધી પ્રતિ કિલો રૂપિયા 1-3ના રાહત દરે ચૂકવતા હતા. આ ઉપરાંત તેઓ કોરોના મહામારી દરમિયાન ગરીબોને રાહત આપવા માટે એપ્રીલ 2020 માં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ મફત અનાજ મેળવી રહ્યા હતા, પરંતુ PMGKAY જે ઘણી વખત લંબાવવામાં આવી હતી, આ યોજનાની અવધિ 31 ડિસેમ્બર, 2022 ના રોજ સમાપ્ત થાય છે.

કેબિનેટની મંજૂરી સાથે નવી સંકલિત યોજના હેઠળ બે ખાદ્ય સબસિડી યોજનાઓને સમાવી લેવામાં આવી હતી. નવી યોજનાનો હેતુ લાભાર્થી સ્તરે NFSA હેઠળ ખાદ્ય સુરક્ષા પર એકરૂપતા અને સ્પષ્ટતા લાવવાનો છે, નિવેદનમાં જણાવાયું છે.

5.33 લાખ વ્યાજબી ભાવની દુકાનો પરથી વિતરણ કરવામાં આવશે

નવી સંકલિત યોજના હેઠળ, કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં 5.33 લાખ વ્યાજબી ભાવની દુકાનોના વિશાળ નેટવર્ક દ્વારા વર્ષ 2023 માટે તમામ NFSA લાભાર્થીઓને, અંત્યોદય અન્ના યોજના (AAY) પરિવારો અને પ્રાથમિકતા ધરાવતા ઘરના વ્યક્તિઓને મફત અનાજ પ્રદાન કરશે.

અગ્રતા ઘરગથ્થુ કેટેગરી માટે દર મહિને વ્યક્તિ દીઠ આશરે 5 કિલો ફાળવવામાં આવશે. આ સાથે NFSA હેઠળ પૂરી પાડવામાં આવેલી અંત્યોદય અન્ન યોજના (AAY) પરિવારો માટે દર મહિને 35 કિલો પ્રતિ પરિવાર આપવામાં આવશે.

English summary
Central government will start free grain distribution from today, 81 crore people will get benefit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X