મોદી સરકારની મહિલાઓને મોટી ભેંટ, પોલીસમાં 33 ટકા અનામત
નવી દિલ્હી, 21 માર્ચ: કેન્દ્રની મોદી સરકારે મહિલાઓને મોટી ભેંટ આપી છે. હવે મહિલાઓને પોલીસદળમાં નિમણૂક માટે 33 ટકા અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટે દિલ્હી સહિત તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસ દળમાં કોંસ્ટેબલથી સબ ઇંસ્પેક્ટર રેંક સુધી મહિલાઓ માટે 33 ટકા રિઝર્વેશન આપવાનો નિર્ણય કર્યો છે.

અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાતવર્ગને અનામત મળેલ છે. આ કોટામાં આ વર્ગની મહિલાઓ માટે 33 ટકા બેઠકો રિઝર્વ રહેશે. સરકારના આ નિર્ણય બાદ દેશમાં સાત કેન્દ્રશાસિત પ્રદેશ એટલે કે દિલ્હી, ચંદીગઢ, અંદમાન અને નિકોબાર દ્વીપ, દાદર અને નગર હવેલી, દમણ અને દીવ, લક્ષ્યદ્વીપ, પુડુચેરીમાં મહિલાઓને પોલીસદળમાં 33 ટકા અનામત મળશે.












Click it and Unblock the Notifications
