કર્મચારી અને પેન્શનરોને મળી મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં વધારો

Written By:
Subscribe to Oneindia News

કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ અને પેન્શરો માટે એક સારા સમાચાર લાવ્યા છે. તેમણે કર્મચારીઓની ગ્રૈચ્યુટીની સીમાને બમણી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ સીમા સરકારી અને ખાનગી બન્ને ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓ પર લાગુ થશે. જેથી તેમને કેન્દ્રીય કર્મચારીઓની સમકક્ષ કરી શકાય. સરકારે સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે સંશોધિત વિધેયકને મંજૂરી આપી છે. જે હેઠળ ટેક્સ ફ્રી ગ્રેચ્યુટી રાશિને 10 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવશે. નોંધનીય છે કે હાલ આ ગ્રેચ્યુટીની સીમા 10 લાખ રૂપિયા જ છે. સરકાર દ્વારા આ વિધેયકને સંસદમાં રજૂ કરવામાં આવશે.

idnia

વધુમાં સરકારે કર્મચારીઓને મોંઘવારીમાં રાહત આપવા માટે મોંઘવારી ભથ્થુ પણ ચાર ટકાથી વધારીને 5 ટકા કર્યું છે. કેન્દ્ર સરકારના આ પગલાંથી એક કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને લાભ થશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બોલવવામાં આવેલી એક કેબિનેટ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે નવું મોંધવારી ભથ્થુ એક જુલાઇથી લાગુ પડશે.

English summary
Considering inflation and wage increase in the case of private sector employees, the government is of the view that the gratuity entitlement should be revised

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.