• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા દુનિયાની સૌથી મોટી યોજના, 10 પોઈન્ટમાં સમજો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંકટ અને તેના કારણે કેટલાય દેશમાં ચાલી રહેલા લૉકડાઉનના કારણે હાલ દુનિયાભરમાં હજારો ભારતીયો ફસાયેલા છે, જેઓ માત્ર વતન વાપસસીનો ઈંતેજાર કરી રહ્યા છે. પરંતુ હવે કેન્દ્ર સરકારે આ ભારતીયોને ઘરે લાવવાનો એક મેગા પ્લાન તૈયાર કરી લીધો છે. આગામી ગુરુવારથી 13 દેશમાં ફસાયેલા 14800 ભારતીયોની ઘર વાપસીનું ઓપરેશન શરૂ કરવામાં આવશે. કોરોના મહામારી વચ્ચે દેશના નાગરરિકોની વતન વાપસી માટેનું આ દુનિયાભરમાં સૌથી મોટું અભિયાન હશે, જેના માટે 64 ઉડાણ ભરવામાં આવશે. આ ઉપરાંત માલદીવ અને પશ્ચિમી એશિયાઈ દેશોથી ભારતીયોને પાછા લાવવા માટે નૌસેનાના જંગી જહાજોને કામ પર લગાવી દેવામાં આવશે અને એક જહાજ અરબ સાગરમાં પણ કૂચ કરી ચૂક્યું છે.

7મી મેના રોજ પહેલી ઉડાણ

7મી મેના રોજ પહેલી ઉડાણ

યોજના મુદબ 7મી મેના રોજ વિવિધ દેશોમાં ફસાયેલા 2300 ભારતીયોને લાવવા માટે 10 ઉડાણ ભરવામાં આવશે. આ ઉડાણ પહેલા દિવસે અમેરિકા, ફિલીપીંસ, સિંગાપોર, બાંગ્લાદેશ, સંયુક્ત અરબ અમીરાત, યૂકે, સાઉદી અરબ, કતર, ઓમાન, બહેરીન અને કુવૈતથી ભારતીયોને લઈને આવશે. જણાવી દઈએ કે સરકારે નક્કી કર્યું છે કે જે ભારતીય યૂરોપથી ઉડાણ ભરીને આવશે તેમની પાસેથી 50 હજાર રૂપિયા અને અમેરિકાથી આવનારાઓ પાસેથી 1 લાખ રૂપિયા ભાડા તરીકે વસૂલવામાં આવશે.

દેશના વિવિધ શહેરોમાં લેન્ડિંગ થશે

દેશના વિવિધ શહેરોમાં લેન્ડિંગ થશે

યોજના મુજબ બીજા દિવસે વિવિધ 9 દેશમાંથી 2050 ભારતીયોને ચેન્નઈ, કોચ્ચિ, મુંબઈ, અમદાવાદ, બેંગ્લોર અને દિલ્હી પહોંચાડવામાં આવશે. લગભગ આટલા જ ભારતીયો ત્રીજા દિવસે મધ્ય-પૂર્વ, યૂરોપ, દક્ષિણ પૂર્વી એશિયા અને અમેરિકાથી મુંબઈ, કોચ્ચિ, લખનઉ અને દિલ્હી લાવવામાં આવશે.

ચોથા દિવસે 8 દેશથી પહોંચશે ભારતીય નાગરિક

ચોથા દિવસે 8 દેશથી પહોંચશે ભારતીય નાગરિક

ચોથા દિવસની યોજનામાં કુલ 1850 ભારતીયોને સ્વદેશ લાવવાનો સરકારનો પ્રોગ્રામ છે. આ ભારતીયો 8 દેશમાંથી આવશે જેમાં અમેરિકા, યૂકે અને સંયુક્ત અરબ અમીરાત પણ સામેલ છે.

તપાસ બાદ ઉડાણ ભરવાની મંજૂરી મળશે

તપાસ બાદ ઉડાણ ભરવાની મંજૂરી મળશે

આ દરમિયાન ફ્લાઈટમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે. વિમાનની ક્ષમતા મુજબ 200થી 300 યાત્રીને બેસવાની વ્યવસ્થા હશે, જેથી તેમનામાં જરૂરી દૂરી બની રહે. વિશેષ વિમાનોમાં સવાર થતા પહેલા યાત્રીઓએ તેમને શરદી, ઉધરસ, ડાયાબિટીજ કે શ્વાસ લેવામાં સમસ્યા જેવી બીમારી હોય તો જણાવવું પડશે.

આઈએનએસ જલશ્વર અરબ સાગરમાં રવાના

આઈએનએસ જલશ્વર અરબ સાગરમાં રવાના

નેવીએ વિશાખાપટ્ટનમ સ્થિત આઈએનએસ જલશ્વર સહિત ત્રણ જહાજોને આ અભિયાનમાં લગાવી દીધાં છે. આઈએનએસ જલશ્વર તો અરબ સાગરમાં મિશન તરફ કૂચ પણ કરી ચૂક્યું છે. બીજા જહાજોમાં આઈએનએસ શાર્દૂલ અને આઈએનએસ મઘર સામેલ છે.

સૌથી સખ્ત લૉકડાઉનને કારણે ભારતીયો ફસાયા

સૌથી સખ્ત લૉકડાઉનને કારણે ભારતીયો ફસાયા

જણાવી દઈએ કે ભારતે લૉકડાઉન શરૂ થતાની સાથે જ માર્ચમાં અહીં આવતી તમામ આંતરરાષ્ટ્રીય ઉડાણોને રોકી દીધી હતી. ભારતે જેટલા મોટા પાયે કોરોના વાયરસના પ્રકોપને રોકવા માટે દેશવ્યાપૂ લૉકડાઉન લગાવ્યું છે, તેટલું બીજા એકેય દેશમાં નહિ હોય. પરંતુ આના કારણે વિદેશમાં કામ કરી રહેલા કે કોઈ કામથી વિદેશ ગયેલા ભારતીયો અને વિદેશમાં ભણી રહેલા વિદ્યાર્થીઓ ત્યાં જ ફસાઈ ગયા છે.

સરકાર પહેલા આવા પ્રકારના અભિયાન માટે તૈયાર નહોતી

સરકાર પહેલા આવા પ્રકારના અભિયાન માટે તૈયાર નહોતી

અત્યાર સુધી સુરક્ષા કારણો અને કોરોનાના સંક્રમણ ફરીથી તેજીથી ફેલાતું હોવાના ખતરાની વચ્ચે સરકાર આવા પ્રકારના ઓપરેશન માટે તૈયાર નહોતી થઈ રહી. મોટી વાત એ છે કે જેટલા નાગરિકોને લાવવામાં આવવાના છે, તેમને બધાને ક્વારંટાઈનમાં રાખવાની વ્યવસ્થા કરવી પડશે.

યૂએઈથી 20 હજાર ભારતીયોએ અરજી કરી

યૂએઈથી 20 હજાર ભારતીયોએ અરજી કરી

માત્ર સંયુક્ત અરબ અમીરાતની જ વાત કરીએ તો ત્યાંથી 20 હજાર જેટલા ભારતીયોએ વતન વાપસી માટે અરજી કરી છે. આ આંકડો દુબઈ સ્થિત કૉન્સ્યુલેટ જનરલ ઑફ ઈન્ડિયાએ આપ્યો છે.

આ લોકોને પ્રાથમિકતા મળશે

આ લોકોને પ્રાથમિકતા મળશે

આ અભિયાનમાં વાપસી માટે ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, ગંભીર રૂપે બીમાર અને જેમના પરિવારમાં દુખદ ઘટના થઈ હોય અથવા સગાવહાલામાં કોઈ ગંભીર રીતે બીમાર થયા હોય તેમને અને ફસાયેલા પર્યટકોને પ્રાથમિકતા આપવામાં આવશે.

લક્ષણયુક્ત લોકોને વિમાનમાં બેસવાની મનાઈ

લક્ષણયુક્ત લોકોને વિમાનમાં બેસવાની મનાઈ

સરકારે સ્પષ્ટ કર્યું છે કે જેમનામાં કોરોનાના લક્ષણ નથી તેવા લોકોને જ વિમાનમાં બેસવાની મંજૂરી આપવામાં આવશે.

સંયુક્ત અરબ અમીરાત, માલદીવ, અમેરિકા, યૂકે અને સાઉદી અરબથી પરત ફરવા માંગતા ભારતીયો અહીં આપેલ લિંક પર ક્લીક કરી અરજી ફોર્મ ભરી શકે છે.

વિદેશોમાં ફસાયેલા ભારતીયોને કેટલુ ચૂકવવુ પડશે ફ્લાઈટનુ ભાડુ, જુઓ આખુ લિસ્ટવિદેશોમાં ફસાયેલા ભારતીયોને કેટલુ ચૂકવવુ પડશે ફ્લાઈટનુ ભાડુ, જુઓ આખુ લિસ્ટ

English summary
Coronavirus India Lockdown: 14,800 Indians On 64 Flights: Centre's Mega Evacuation Plan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X