For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીને એસિડ એટેકથી મુક્ત બનાવવાનું અભિયાન, હજારો લિટર એસિડ જપ્ત

દેશની રાજધાનીમાં જે રીતે એસિડ એટેકના કેસ વધી રહ્યા છે તેને રોકવા માટે પ્રશાસને મોટુ અભિયાન શરૂ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

દેશની રાજધાનીમાં જે રીતે એસિડ એટેકના કેસ વધી રહ્યા છે તેને રોકવા માટે પ્રશાસને મોટુ અભિયાન શરૂ કર્યુ છે. આ બાબતે 22 ઓગસ્ટે ચીફ સેક્રેટરી વિજય દેવની અધ્યક્ષતામાં વિશેષ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં દિલ્લી મહિલા પંચની અધ્યક્ષતા સ્વાતિ માલીવાલ અને તમામ વિભાગના સચિવો, દિલ્લી પોલિસના પ્રતિનિધિ અને ડીએસએલએસએના સભ્યોએ ભાગ લીધો અને આ મુદ્દે પોતાની ચિંતા વ્યક્ત કરી. બેઠકમાં ચીફ સેક્રેટરીએ એસિડ હુમલા વિશે ચિંતા વ્યક્ત કરી અને તેમણે નિર્દેશ આપ્યા કે તમામ વિભાગ એસિડના વેચાણ પર નજર રાખે અને એસિડ હુમલાના પીડિતોના પુનર્વસનની વ્યવસ્થા કરે.

ટીમની રચના

ટીમની રચના

ચીફ સેક્રેટરીએ ડિવિઝનલ કમિશ્નર કમ સેક્રેટરી (રેવન્યુ)ને નિર્દેશ આપ્યા છે કે આ મુદ્દે તત્કાળ એસડીએમ, ડીસીડબ્લ્યુના પ્રતિનિધિ અને દિલ્લી પોલિસના પ્રતિનિધિની એક ટીમ બનાવે. ચીફ સેક્રેટરીએ આ ઉપરાંત કડક નિર્દેશ આપ્યા છે કે આ ટીમ રોજ એ જગ્યાઓએ રેડ પાડે જ્યાં ગેરકાયદેસર રીતે એસિડ અને દારૂ વેચવામાં આવે છે. સાથે આ પ્રસંગે આમ કરનારા સામે કેસ નોંધવામાં આવે.

ઘણી જગ્યાએ રેડ

ઘણી જગ્યાએ રેડ

છેલ્લા 10 દિવસોમાં એસડીએમ, ડીસીડબ્લ્યુ અને દિલ્લી પોલિસની ટીમે 100 રેડ પાડી છે અને 7 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. આ ઉપરાંત 1000 લિટર એસિડ જપ્ત કરવામાં આવ્યુ છે. નરેલા વિસ્તારમાં એક દુકાનમાંથી 240 લિટર એસિડ એક નાની દુકાનમાંથી જપ્ત કરવામાં આવ્યુ છે. નઝફગઢ સબ ડિવિઝન વિસ્તારમાં 250 લિટર એસિડ જપ્ત કરવામાં આવ્યુ. અહીં પણ ગેરકાયદેસર રીતે એસિડ વેચવામાં આવી રહ્યુ હતુ. લગભગ બધા દુકાનો પર એસિડના વેચાણના કોઈ રેકોર્ડ ન મળી આવ્યા. તમને જણાવી દઈએ કે સુપ્રિમ કોર્ટે આ બાબતે નિર્દેશ આપ્યા હતા કે એસિડના વેચાણના રેકોર્ડ મેઈન્ટેઈન કરવા જરૂરી છે. તેમ છતાં આ દુકાનો પર કોઈ રેકોર્ડ મળ્યા નહિ. દિલ્લીના બધા 24 ડિવિઝન વિસ્તારમાં રેડ પાડવામાં આવી છે.

આ પણ વાંચોઃ સલમાન ખાનની આરતી, ડાંસનો Video વાયરલ, અર્પિતાના ઘરેથી વિદાય થયા ગણપતિઆ પણ વાંચોઃ સલમાન ખાનની આરતી, ડાંસનો Video વાયરલ, અર્પિતાના ઘરેથી વિદાય થયા ગણપતિ

સ્વાતિ માલિવાલે કરી પ્રશંસા

સ્વાતિ માલિવાલે કરી પ્રશંસા

ડીસીડબ્લ્યુના ચેરપર્સન સ્વાતિ માલિવાલે ચીફ સેક્રેટરીના પગલાંની પ્રશંસા કરી છે. તેમણે કહ્યુ કે જો આ રીતના પગલા પહેલા ઉઠાવ્યા હોત તો ઘણા એસિડ એટેકના કેસ રોકી શકાત. હું દિલ્લીના મુખ્ય સચિવના પગલાનુ સ્વાગત કરુ છુ. મને આશા છે કે આ પગલાંથી દુકાનો પર ગેરકાયદેસર રીતે વેચાતા એસિડ પર રોક લાગશે. વળી, ચીફ સેક્રેટરીએ કહ્યુ કે હું દિલ્લીમાં વધતા એસિડ હુમલાથી ઘણી વ્યથિત છુ. હું માનુ છુ કે એસિડ એટેક સૌથી પીડાદાયી હુમલામાંથી એક છે. આનાથી પીડિતોને ઘણી પીડામાંથી પસાર થવુ પડે છે. અમે આને રોકવા માટે કડક નિર્દેશ જારી કર્યા છે. હું બધા એસડીએમ અને પોલિસ અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે એસિજના ખુલ્લામાં વેચાણ સામે કોઈ પણ પ્રકારની ઢીલાશ કરવામાં ન આવે. અમે દિલ્લીને એસિડ મુક્ત બનાવવા માટે દરેક સંભવ કોશિશ કરીશુ.

English summary
Challans of Rs 7 lac issued, over thousand litres of acid seized.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X