For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરનું એલાન, કહ્યું- મોદીને હરાવવા વારાણસીથી ચૂંટણી લડીશ

મોદીને હરાવવા વારાણસીથી ચૂંટણી લડીશઃ ભીમ આર્મીના ચંદ્રશેખર

|
Google Oneindia Gujarati News

મેરઠઃ ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદે કહ્યું કે તેઓ પીએમ મોદીને હરાવવા માટે બનારસ એટલે કે વારાણસીથી લડી શકે છે.બીજી બજુ પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાના મળવાના મામલામાં ખુદને રાજનીતિથી અલગ ગણાવ્યા. ચંદ્રશેખરે કહ્યું કે તેમણે કોઈને આમંત્રણ નથી આપ્યું, જે કોઈપણ ઈચ્છે આવી શકે અને તેમને મળી શકે છે.

રાજકારણમાં ગરમાવો

રાજકારણમાં ગરમાવો

જણાવી દઈએ કે આચાર સંહિતાના ઉલ્લંઘનમાં મંગળવારે પોલીસે ચંદ્રશેખરની ધરપકડ કરી હતી. જે બાદ તબિયત બગડતા તેમને મેરઠના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે પ્રિયંકા ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજ બબ્બર હોસ્પિટલમાં દાખલ ચંદ્રશેખરને મળવા પહોંચ્યા. તેમણે ચંદ્રશેખરના હાલચાલ પૂછ્યા. આ મુલાકાત બાદ રાજકારણમાં ગરમાવો પેદા થયો છે.

મોદી વિરુદ્ધ ચૂંટણી લડવાની વાત

મોદી વિરુદ્ધ ચૂંટણી લડવાની વાત

ચંદ્રશેખર આઝાદે સ્પષ્ટ કહ્યું કે જે કોઈપણ ભાજપને હરાવશે તેઓ તેમની સાથે છે. તેમણે કહ્યું કે તેમણે કોઈને પણ આમંત્રણ નથી આપ્યું, જે કોઈપણ ઈચ્છે તેમને મળવા જઈ શકે છે. તેઓ ગઠબંધનને જ સપોર્ટ કરી રહ્યા છે, પરંતુ નરેન્દ્ર મોદીને હરાવવા માટે બનારસથી ચૂંટણી પણ લડી શકે છે.

15 માર્ચે દિલ્હીમાં હુંકાર રેલી

15 માર્ચે દિલ્હીમાં હુંકાર રેલી

ચંદ્રશેખરે સોશિયલ મીડિયા દ્વારા 15 માર્ચે દિલ્હીમાં બહુજન હુંકાર રેલી કરવાની વાત કહી છે. ચંદ્રશેખરે કહ્યું કે હુંકાર રેલીમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થશે, દુનિયાની કોઈપણ તાકાત તેમને રેલી કરતાં નથી રોકી શકતી.

ઉત્તરાખંડમાં ભાજપને મોટો ફટકો, પૂર્વ સીએમ બીસી ખંડૂરીનો દીકરો કોંગ્રેસમાં સામેલ થશે ઉત્તરાખંડમાં ભાજપને મોટો ફટકો, પૂર્વ સીએમ બીસી ખંડૂરીનો દીકરો કોંગ્રેસમાં સામેલ થશે

English summary
chandra shekhar azad will contest lok sabha election 2019 against pm modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X