Chandrayaan 2: ઈતિહાસ રચવા તરફ ઈસરો, ઓર્બિટરથી આજે અલગ થશે લેન્ડર વિક્રમ
Chandrayaan 2: ઈતિહાસ રચવા તરફ ઈસરો, ઓર્બિટરથી આજે અલગ થશે લેન્ડર વિક્રમ
નવી દિલ્હીઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનનું મૂળ મિશન ચંદ્રયાન 2માં સામેલ સ્પેસક્રાફ્ટથી લેન્ડર વિક્રમ આજે અલગ થઈ જશે. છ દિવસ બાદ ચંદ્રયાન-2 ચાંદ પર લેન્ડ કરશે. રવિવારે સાંજે 6 વાગીને 21 મિનિટ પર ચંદ્રયાન 2 ચંદ્રની પાંચમી કક્ષામાં સફતાપૂર્વક પ્રવેશ કર્યો હતો. કક્ષા બદલવામાં તેને 52 સેકન્ડનો સમય લાગ્યો. આ કક્ષાની ચંદ્રથી ન્યૂયનતમ દૂરી માત્ર 109 કિમી છે. અગાઉ ચંદ્રયાન 2એ 30 ઓગસ્ટે ચોથી કક્ષામાં પ્રવેશ કર્યો હતો.

ઈસરો તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પ્રોપલ્શન પ્રણાલીને પ્રયોગ કરી ચંદ્રની અંતિમ અને પાંચમી કક્ષામાં આજે સફળતાપૂર્વક પ્રવેશ કરાવવાનું કાર્ય યોજના મુજબ છ વાગીને 21 મિનિટ પર શરૂ કરવામાં આવ્યું. ચંદ્રમાની પાંચમી કક્ષામાં પ્રવેશ કરાવવાની આ સમગ્ર પ્રક્રિયામાં 52 સેકન્ડનો સમય લાગ્યો. ઈસરોએ જાણકારી આપી કે સફળતાપૂર્વક સામાન્ય પરિસ્થિતિઓમાં આ મહત્વપૂર્ણ પડાવ પાર કરી લેવામાં આવ્યો છે. ઈસરો મુજબ લેન્ડર વિક્રમ ચાંદ પર ઉતરતા પહેલા હજુ તે ચંદ્રમાની વધુ 2 કક્ષાઓમાં પ્રવેશ કરશે. જેનું આગામી પગલું ચંદ્રયાન 2 ઓર્બિટરથી વિક્રમ લેન્ડરને અલગ કરવાનું છે જે 2 સપ્ટેમ્બરે બપોરે 12.45 વાગ્યેથી 1.45 વાગ્યાની વચ્ચે કરવામાં આવશે. વિક્રમ લેન્ડર સાત સપ્ટેમ્બરે બપોરે દોઢ વાગ્યાથી અઢી વાગ્યાની વચ્ચે ચંદ્રમાની સપાટી પર પહોંચશે. બધું ઠીક રહ્યું તો અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત ચાંદ પર સૉફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બની જશે.
ચંદ્રયાન-2માં સ્પેસક્રાફ્ટ ત્રણ ભાગમાં છે, ઓર્બિટર, લેન્ડર વિક્રમ અને રોવર પ્રાગ્યાન. ઈસરોએ લેન્ડરનું નામ વિક્રમ, દેશમાં અંતરિક્ષ પ્રોગ્રામના જનક વિક્રમભાઈ સારાભાઈના નામ પર રાખ્યું છે અને રોવરનું નામ પ્રજ્ઞાન રાખ્યું છે જે એક સંસ્કૃત શબ્દ છે. જેનો મતલબ જ્ઞાન થાય છે. ઈસરોએ વધુ જણાવ્યું હતું કે વિક્રમ સાત સપ્ટેમ્બર 2019ના રોજ ચંદ્રના સાઉથ પોલ નજીક લેન્ડ કરશે. વિક્રમ ત્રણ પ્રકારના વૈજ્ઞાનિક પ્રયોગોને પૂરા કરશે. જ્યારે ઓર્બિટર ચંદ્રની સપાટીમાં દાખલ થઈ જશે તો તેના ચાર દિવસ બાદ લેન્ડર વિક્રમ તેનાથી અલગ થઈ જશે ચંદ્ર પર એક લૂનર ડે એટલે કે ધરતી પર 14 દિવસ બરાબર હોય છે. ચંદ્રયાન 2નો ઉદ્દેશ્ય ચાંદ નજીક સ્થિત ધ્રૂપો પર રહેલ વૉટર આઈસ અને બીજા પાર્ટિકલ પદાર્થોનું અધ્યયન કરવાનો છે. નેશનલ જિયોગ્રાફિક મુજબ આ રિસર્ચથી વૈજ્ઞાનિકોને ચાંદ અને સોલાર સિસ્ટમ વિશે શ્રેષ્ઠ જાણકારીઓ મળી શકે છે. સાથે જ ભાવી અંતરિક્ષ વૈજ્ઞાનિકો માટે પાણીના સ્ત્રોતનો પણ પતો લગાવવામાં મદદ મળી શકે છે.












Click it and Unblock the Notifications
