Chandrayaan 3 Update: ચંદ્રયાન 3એ પૃથ્વીની પૂરી કરી પરિક્રમા, ચંદ્ર તરફ થયુ રવાનાઃ ઈસરો
Chandrayaan 3 Update: 14 જુલાઈ 2023ના રોજ લૉન્ચ કરાયેલા ભારતના મૂન મિશન ચંદ્રયાન-3ને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. ચંદ્રયાન-3 હવે તેના આગલા મહત્વના તબક્કા એટલે કે ચંદ્ર તરફ આગળ વધી ગયું છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ મંગળવારે (1 ઓગસ્ટ) વહેલી સવારે જણાવ્યું હતું કે ચંદ્રયાન-3 અવકાશયાન પૃથ્વીની આસપાસ તેની ભ્રમણકક્ષા પૂર્ણ કરી ચૂક્યું છે અને હવે તે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે.

ISRO દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ચંદ્રયાન-3 એ 1 ઓગસ્ટે જ પૃથ્વીની આસપાસ તેની ભ્રમણકક્ષા પૂર્ણ કરી લીધી છે અને હવે ભારતીય અવકાશયાન ચંદ્ર પર જવા માટે નીકળી ગયું છે.
ઈસરોએ ટ્વીટ કર્યું છે કે ચંદ્રયાન-3 પૃથ્વીની આસપાસ તેની ભ્રમણકક્ષા પૂર્ણ કર્યા પછી ચંદ્ર તરફ આગળ વધતું જોવા મળે છે. ISTRAC ખાતે સફળ પેરીજી-ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ISRO એ અવકાશયાનને ટ્રાન્સલ્યુનર ઓર્બિટમાં મૂક્યું છે.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) July 31, 2023
Chandrayaan-3 completes its orbits around the Earth and heads towards the Moon.
A successful perigee-firing performed at ISTRAC, ISRO has injected the spacecraft into the translunar orbit.
Next stop: the Moon 🌖
As it arrives at the moon, the… pic.twitter.com/myofWitqdi
ISROએ તેના ટ્વિટમાં વધુમાં જણાવ્યું હતું કે 5 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્ર પર અવકાશયાન પહોંચતાની સાથે જ લુનર-ઓર્બિટ ઇન્સર્શન (LOI)નું આયોજન કરવામાં આવ્યું છે. અનુમાન છે કે લગભગ 23 દિવસની સફર બાદ આ અવકાશયાન 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઉતરશે.
તમને જણાવી દઈએ કે ચંદ્રયાન-3 ઈસરોના મિશન મૂન માટે રવાના થયું છે જેમાં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે. દક્ષિણ ધ્રુવની નજીક સોફ્ટ લેન્ડિંગ પછી, લેન્ડર અને રોવરનો ઉપયોગ ત્યાં બે અઠવાડિયા એટલે કે 14 દિવસ સુધી કરવામાં આવશે. જ્યારે પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે. આ સાથે ચંદ્રની માટી વિશે પણ માહિતી એકત્ર કરવામાં આવશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
