Chandrayaan 3 : પ્રોપલ્શન મોડ્યુલથી વિક્રમ લેંડરને સફળતાપુર્વક અલગ થયુ, જાણો આવનારા 6 દિવસ કેટલા મહત્વના?
ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈસરો બહુ જલ્દી ચંદ્રની ધરતી પર ભારતનો ઝંડો લહેરાવવા જઈ રહ્યું છે. ચંદ્રયાન ત્રણ હાલ ચંદ્રની ભ્રમણકક્ષામાં છે અને આવનારા 6 દિવસમાં ચંદ્રની ધરતી પર ઉતરવાનું છે ત્યારે ઈસરોએ એક મહત્વનો પડાવ પાર કરી લીધો છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરોએ એ ચંદ્રયાન-3 ના વિક્રમ લેન્ડરને સફળતાપૂર્વક પ્રોપલ્શન મોડ્યુલથી અલગ કરી દીધું છે. હવે લેન્ડર એકલા જ આગળની પ્રકિયા પુરી કરશે.

ઈસરોના જણાવ્યા અનુસાર, લેન્ડિંગ માટે આવનારા 6 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે અહીં લેન્ડરને ઘણી ઝડપ સાથે ઘણા મહત્વપૂર્ણ તબક્કાઓ પાર કરવાના છે.
ISROએ જણાવ્યુ કે, પ્રોપલ્શન મોડ્યુલ સતત ધરી પર ફરશે અને આવનારા ઘણા વર્ષો સુધી ISROને ઘણી મહત્વપૂર્ણ માહિતી આપતું રહેશે. આ પેલોડ આવનારા ઘણા વર્ષો સુધી પૃથ્વીના વાતાવરણના સ્પેક્ટ્રોસ્કોપિક અભ્યાસ માટે માહિતી મોકલશે.
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 17, 2023
‘Thanks for the ride, mate! 👋’
said the Lander Module (LM).
LM is successfully separated from the Propulsion Module (PM)
LM is set to descend to a slightly lower orbit upon a deboosting planned for tomorrow around 1600 Hrs., IST.
Now, 🇮🇳 has3⃣ 🛰️🛰️🛰️… pic.twitter.com/rJKkPSr6Ct
પૃથ્વી પર વાદળોની રચના અને તેની દિશા વિશે સચોટ માહિતી આપશે. અવકાશમાં બનતી અન્ય ગતિવિધિઓ વિશે મહત્વપૂર્ણ માહિતી આપતુ રહેશે. આનાથી આવનારા સમયમાં ત્યાં બનતી મહત્વપૂર્ણ ઘટનાઓની માહિતી મળી શકશે.












Click it and Unblock the Notifications
