Chandrayaan-3ની લેંડિંગ પહેલા કવિ રાજનયિક અભયે લખી 'મૂન એંથમ', કહી આ વાત
Chandrayaan-3: ભારતનું 'મૂન મિશન' એટલે કે ચંદ્રયાન-3 આજે સાંજે 6:4 વાગે ચંદ્રની સપાટી પર સૉફ્ટ લેન્ડિંગ કરશે. ચંદ્રયાન 3ના ચંદ્ર પર સફળ ઉતરાણ સાથે, ભારત દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બની જશે. સમગ્ર દેશમાં ચંદ્રયાન-3ની સફળતા માટે પ્રાર્થના અને આશીર્વાદ માંગવામાં આવી રહ્યા છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસારદક્ષિણ ધ્રુપ એટલે કે દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સૉફ્ટ લેન્ડિંગ પહેલા કવિ અને રાજદ્વારી અભયે 'મૂન એન્થમ' લખ્યું છે. ભારતીય વિદેશ સેવા અધિકારી અને કવિ અભય કુમારે મેડાગાસ્કરની રાજધાની એન્ટાનાનારીવોમાં 'મૂન એન્થમ' લખ્યું હતું.

'મૂન એન્થમ'ની શરૂઆતની પંક્તિઓ છે, 'આકાશીય હીરા, પ્રાચીન ઘડી, બ્રહ્માંડીય લેમ્પપોસ્ટ, રાત કા કોમલ ચુંબન, લુભાને વાલે મહાસાગર, રહસ્યમય સૂર્ય, ચાંદી કી દેવી, જો સ્વર્ગ કો રોશન કર રહી હે...'. આ ગીત ભારતના ત્રીજા ચંદ્ર મિશન માટે છે, જે ઊંડા અવકાશમાં ભાવિ સંશોધન માટે તૈયાર કરવામાં આવ્યુ છે.
વિશ્વ વિખ્યાત વાયોલિનવાદક અને સંગીતકાર ડૉ. એલ. સુબ્રમણ્યમ આ મૂન રાષ્ટ્રગીત માટે સંગીત કમ્પોઝ કરશે અને તે પ્રખ્યાત પ્લેબેક સિંગર કવિતા કૃષ્ણમૂર્તિ દ્વારા ગાવામાં આવશે. ANIના સમાચાર અનુસાર, આ પહેલા પણ અભય કુમાર સૌરમંડળના તમામ ગ્રહો પર ગીતો લખી ચૂક્યા છે.
તેમનું 'અર્થ એન્થમ' વૈશ્વિક સ્તરે બોલાતી 150થી વધુ ભાષાઓમાં અનુવાદિત થયું છે. તમને જણાવી દઈએ કે અભય બિહારના રાજગીરના રહેવાસી છે અને હાલમાં તે મેડાગાસ્કરમાં ભારતના રાજદૂત છે. અભય કુમારનું એક સંસ્મરણ અને સાત કવિતાઓનો સંગ્રહ અત્યાર સુધીમાં પ્રકાશિત થઈ ચૂક્યો છે.
જેમાં ધ સિડક્શન ઓફ દિલ્હી (2014), ધ એઈટ-આઈડ લોર્ડ ઓફ કાઠમંડુ (2017) અને ધ પ્રોફેસી ઓફ બ્રાઝિલિયા (2018)નો સમાવેશ થાય છે. ચંદ્રયાન-3ના સફળ ઉતરાણની શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું,
આ ખૂબ જ ગર્વ અને સન્માનની વાત છે કે ભારતનું ચંદ્રયાન-3 લેન્ડર ટૂંક સમયમાં ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરવા જઈ રહ્યું છે. 1.5 અબજ ભારતીયો માટે આ એક સ્વપ્ન સાકાર થશે. મને આશા છે કે 'મૂન એન્થમ' માનવતાને આપણા સૌથી નજીકના અવકાશી પદાર્થ સાથે જોડવામાં મદદ કરશે, જે બ્રહ્માંડમાં આપણો સતત સાથી છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અનુસાર, ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરીને ઈતિહાસ રચવા માટે તૈયાર છે. સોફ્ટ-લેન્ડિંગનો પ્રયાસ IST 18:04 કલાકે નિર્ધારિત છે. લેન્ડિંગ ઓપરેશનનું જીવંત પ્રસારણ બુધવારે IST સાંજે 5:20 વાગ્યે શરૂ થશે.
ઉતરાણનુ લાઈવ સ્ટ્રીમિંગ ISROની વેબસાઈટ, તેની યુટ્યુબ ચેનલ, Facebook અને જાહેર પ્રસારણકર્તા DD નેશનલ ટીવી પર 23 ઓગસ્ટ, 2023 ના રોજ સાંજે 5:27 PMથી ઉપલબ્ધ થશે.












Click it and Unblock the Notifications
