Chandrayaan 3 : જુલાઈમાં ચંદ્રયાન-3 લોન્ચ, પૂર્ણ થયા જરૂરી પરીક્ષણો
Chandrayaan 3 : ચંદ્રયાન 3 મિશન અંતર્ગત ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (isro) જુલાઇના પહેલા કે બીજા સપ્તાહમાં ચંદ્રયાન 3નું પ્રક્ષેપણ કરી શકે છે. અંતરિક્ષ યાન સાથે જોડાયેલા તમામ પરિક્ષણ સફળતાપૂર્વક કરી લેવામાં આવ્યા છે.
યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર ખાતે વાહન સાથે પેલોડ જોડવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. isro દ્વારા CE-20 ક્રાયોજેનિક એન્જિન માટે જરૂરી હોટ ટેસ્ટ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યા છે.

ઈસરોના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, જુલાઈની શરૂઆતમાં આ વાહનને લોન્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ અંતિમ તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. ચંદ્રયાન કાર્યક્રમનું આ ત્રીજું અવકાશયાન દેશના સૌથી ભારે પ્રક્ષેપણ વાહન GSLV Mk-III દ્વારા શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.
અત્રે નોંધનીય બાબત છે કે, આ વર્ષે માર્ચમાં ચંદ્રયાન-3 એ પ્રક્ષેપણમાં ઉભી થયેલી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે જરૂરી પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા હતા.
ચંદ્રની મૂળભૂત રચનાનો અભ્યાસ કરવામાં આવશે - ચંદ્રયાન-3 વૈજ્ઞાનિક સાધનો પણ વહન કરશે. તેના દ્વારા ચંદ્રની સપાટી પર હાજર ધૂળ, તૂટેલા ખડકો અને અન્ય સામગ્રીના થર્મો-ફિઝિકલ ગુણધર્મો, સિસ્મિક સંભવિત, પ્લાઝ્મા પર્યાવરણ અને ચંદ્રની સપાટીની મૂળભૂત રચનાનો અભ્યાસ કરવામાં આવશે.
વાહનના ત્રણ ભાગો છે - પ્રોપલ્શન, લેન્ડર અને રોવર
- પ્રોપલ્શન સિસ્ટમ વાહનને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ચંદ્રની ભ્રમણકક્ષા તરફ આગળ ધપાવશે
- લેન્ડર વાહનનું સુરક્ષિત ઉતરાણ કરશે
- રોવર ચંદ્રની સપાટી પર ઉતરશે અને સામગ્રી એકત્ર કરીને પૃથ્વી પરના કેન્દ્રમાં મોકલશે.












Click it and Unblock the Notifications
