ચંદ્ર આસપાસ ટ્રાફિક જામને કારણે ચંદ્રયાન-3ને લેન્ડિંગમાં પડી શકે છે મુશ્કેલી, જાણો શું કહ્યું ઈસરોએ?
ભારતનું ચદ્રયાન-3 મિશન ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચી ગયુ છે અને આવનારા દિવસોમાં ચાંદની ધરતી પર ઉતરશે. જો કે આ સમાચારો વચ્ચે નાસાએ બીજી એક મહત્વની અપડેટ આપી છે. નાસાના આ અપડેટ અનુસાર ચંદ્ર આસપાસ ફરી રહેલા વિવિધ ઉપગ્રહોને કારણે ટ્રાફિક જામની સ્થિતી સર્જાઈ છે. જે ચંદ્રયાન માટે મુશ્કેલી સર્જી શકે છે.
ઈસરોના જણાવ્યા અનુસાર, પૃથ્વી બહાર અવકાશનું સંશોધન એક પડકારજનક સાહસ છે. ચંદ્ર અને મંગળ હાલ સૌથી વધુ સંશોધન થઈ રહેલા ગ્રહો છે. ચંદ્રની શોધખોળમાં નવેસરથી રસ અને મંગળ પર વસાહતીકરણ માટેની તૈયારીઓને લીધે ગામી વર્ષોમાં ચંદ્રની આસપાસની પ્રવૃત્તિઓમાં વધારો થવાની ધારણા છે.

ઈસરોએ કહ્યું કે, એવી અપેક્ષા છે કે રશિયાનું લુના-25 મિશન 16 ઓગસ્ટ સુધીમાં 100 કિલોમીટરની ચંદ્ર ભ્રમણકક્ષામાં હશે અને 21-23 ઓગસ્ટ 2023 સુધીમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે.
ઇસરોએ ગ્રહોની ભ્રમણકક્ષામાં નજીકના જોખમોને ટાળવા માટે પર્યાવરણને વધુ સારી રીતે સમજવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો છે. ઈસરોએ યુનાઇટેડ નેશન્સ અને ઇન્ટર-એજન્સી સ્પેસ ડેબ્રિસ કોઓર્ડિનેશન કમિટી દ્વારા વર્તમાન અવકાશ ભંગાર શમન માર્ગદર્શિકાનો ઉલ્લેખ કર્યો. આ હાલમાં પૃથ્વીની ભ્રમણકક્ષામાં ઇન્જેક્ટ કરાયેલ અવકાશયાન અને ભ્રમણકક્ષાના તબક્કાઓને લાગુ પડે છે.
ઈસરોએ ચંદ્રની ભ્રમણકક્ષા વિશે વાત કરતા જણાવ્યુ કે, ચંદ્રના ઓર્બિટમાં ઓર્બિટલ ઈવ્લોયુએશન મુખ્ય રીતે ચંદ્રના ગુરુત્વાકર્ષણ, સૂર્ય અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ અને સૂર્યના કિરણોત્સર્ગના દબાણથી પ્રભાવિત થાય છે.
આ સિવાય ISRO એ વિવિધ ચંદ્ર ઓર્બિટ વિશે પણ પ્રકાશ પાડ્યો. જેમાં લેગ્રેન્જ પોઈન્ટની આસપાસ હાલો ભ્રમણકક્ષા, નિયરલી રેક્ટીલિનિયર હાલો ઓર્બિટ, લો લુનર ઓર્બિટ અને ડિસ્ટન્ટ રેટ્રોગ્રેડ ઓર્બિટનો સમાવેશ થાય છે.
ટુકમાં કહીએ તો ચંદ્ર આસપાસના ટ્રાફિકનું ISROનું વિશ્લેષણ અને ભવિષ્યના મિશનનું સંચાલન કરવાના પૃથ્વીની બહાર અવકાશના સતત સંશોધન અને ઉપયોગ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.












Click it and Unblock the Notifications
