Chandrayaan-3ની સફળતા માટે છેલ્લી 15 મિનિટ કેમ છે સૌથી જરુરી?
Chandrayaan-3 Last 15 minutes: ભારતનું ચંદ્રયાન-3 ઈતિહાસ રચવાથી માત્ર એક દિવસ દૂર છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ કહ્યું છે કે ચંદ્રયાન-3 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્ર પર ઐતિહાસિક લેન્ડિંગ કરશે. ઈસરો 23 ઓગસ્ટે સાંજે 5 વાગ્યાથી ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલને ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર ઉતારવાનો પ્રયાસ કરશે.
ચંદ્રયાન-3નું લેન્ડર 40 દિવસની લાંબી મુસાફરી બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર ઉતરવાની તૈયારી કરશે. પરંતુ આમાં સૌથી મહત્વની પ્રક્રિયા ઉતરાણની છે, જે ખૂબ જ નાજુક અને જટિલ છે. ઉતરાણ પહેલા 15થી 20 મિનિટ સૌથી જરુરી અને મહત્વપૂર્ણ છે.

તમને જણાવી દઈએ કે ચંદ્રયાન-2ના લૉન્ચિંગમાં પણ માત્ર છેલ્લી 15 મિનિટ સૌથી ખતરનાક સાબિત થઈ હતી. તે સમયે ચંદ્રયાન-2 મિશનનું નેતૃત્વ કરી રહ્યું હતું અને ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કે. સિવને મિશનની નિષ્ફળતા માટે છેલ્લી 15 મિનિટના 'આતંક'ને જવાબદાર ગણાવ્યો હતો.
નોંધનીય છે કે વર્ષ 2019માં જ્યારે ચંદ્રયાન-2ના પ્રક્ષેપણમાં લેન્ડર મોડ્યુલ ચંદ્રની સપાટી પર 2.1 કિમીની ઉંચાઈએ પહોંચ્યું ત્યારે ઈસરોના જણાવ્યા મુજબ બધુ બરાબર ચાલી રહ્યું હતું. પરંતુ એક નાની ટેકનિકલ ખામીને કારણે છેલ્લી 15 મિનિટમાં લેન્ડર મોડ્યુલ ક્રેશ થઈ ગયું.
ઈસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિકનું કહેવું છે કે જો તમામ પરિસ્થિતિઓ અમારા માટે અનુકૂળ છે, તો સમયપત્રક અનુસાર, અમે 23 ઓગસ્ટે સાંજે 6 વાગ્યાની આસપાસ લેન્ડિંગ માટે તૈયાર છીએ. પરંતુ જો અમને પરિસ્થિતિ અનુકૂળ ન લાગે તો અમે લેન્ડિંગ 27 ઓગસ્ટ સુધી મુલતવી રાખી શકીએ છીએ.












Click it and Unblock the Notifications
