Chandrayaan 3 : પ્રજ્ઞાન રોવરને આ વસ્તુથી સૌથી મોટો ખતરો, જાણો કઈ છે આ વસ્તુ?

ભારતનું પ્રજ્ઞાન રોવર ચંદ્રની ધરતી પર ઉતરીને તેની કામગીરીને સફળતાપુર્વક શરૂ કરી ચુક્યુ છે. ઈસરો હવે ચાંદની ધરતી પર રોવરને ચલાવીને ઘણા રાઝ ખોલશે. જો કે તમને જણાવી દઈએ કે પ્રજ્ઞાન રોવરને ચાંદ પર એક વસ્તુથી મોટો ખતરો છે.

વિક્રમ લેન્ડરમાંથી બહાર આવ્યા બાદ પ્રજ્ઞાન રોવર કુલ 14 દિવસ અને પૃથ્વીનો એક દિવસ ચાંદની ધરતી પર પોતાની કામગીરી કરશે. આ પ્રજ્ઞાન રોવરમાં ઈસરોએ વિવિધ સેન્સર લગાવ્યા છે, જે ચંદ્રની ધરતી પરની વિવિધ ગતિવિધીઓને સમજવાનું કામ કરશે.

Pragyan rover

અહીં એ જાણવુ જરૂરી છે કે ચાંદની ઘરતી પર સતત ઉલ્કાઓનો વરસાદ થતો રહે છે. આ જ કારણ છે કે ચાંદની ધરતી પર ઘણા ક્રેટર જોવા મળે છે. આ ક્રેટર કેટલાય કિલોમીટર મોટા અને પહોળા છે. ભારતના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને પણ આ બાબતથી ખતરો છે.

આ ઉલ્કાઓથી ચંદ્રયાન-3 ના રોવર પ્રજ્ઞાનને પણ ખતરો છે. જેના કારણે નુકસાન થવાની આશંકા છે. છેલ્લા કેટલાક દાયકાઓથી ચંદ્ર પર ઉલ્કાઓ પડવાની ઘટનાઓ સામાન્ય છે. અહીં કેટલાય કિલો વજનના પત્થરો ઝડપ સાથે પડતા રહે છે.

જો કે આમ થવાની સંભાવના ઓછી છે. કારણ કે આવી ઘટનાઓ ઘટતી નથી. આવી ઘટનાઓ મહિનાઓમાં ક્યારેક જોવા મળે છે. એટલે એમ કહી શકાય કે ભારતનુ પ્રજ્ઞાન રોવર પોતાની કામગીરી અધુરી છોડે તેવી સંભાવના બહુ ઓછી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X