Chandrayaan-3ની સફળતામાં તમિલનાડુની આ માટીનુ છે ખૂબ મોટુ યોગદાન, અહીં જાણો શું છે તેમાં ખાસ

Chandrayaan-3: ભારતે ચંદ્ર પર સૉફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો છે. આ મિશનમાં તમિલનાડુની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. તમિલનાડુની ધરતીએ દેશને ઘણા ટોચના વૈજ્ઞાનિકો આપ્યા છે. જેમાં ડૉ. એપીજે અબ્દુલ કલામ, ચંદ્રયાન-2 મિશન ડાયરેક્ટર માયલાસામી અન્નાદુરાઈ, ચંદ્રયાન 3 પ્રોજેક્ટ ડાયરેક્ટર પી વીરામુથુવેલ છે, જેમણે ઈસરોના મિશનમાં મોટું યોગદાન આપ્યું છે.

આ મહાન વૈજ્ઞાનિકોને જન્મ આપનાર તમિલનાડુની ધરતી પણ ખરા અર્થમાં ઈસરો માટે ઘણી અસરકારક સાબિત થઈ છે. તમિલનાડુની માટીએ માત્ર મહાન વૈજ્ઞાનિકો જ પેદા કર્યા નથી, પરંતુ તમિલનાડુની માટીએ ચંદ્રયાન મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

Chandrayaan

ઈસરોના ચંદ્રયાન મિશનના પરીક્ષણ માટે તમિલનાડુની રાજધાની ચેન્નાઈથી લગભગ 400 કિમી દૂર આવેલા નમક્કલથી માટી લાવવામાં આવી હતી. તેનું મુખ્ય કારણ એ છે કે અહીંની માટી ચંદ્રની સપાટી પરની માટી જેવી જ છે. ઈસરોએ આ માટી દ્વારા તેના લેન્ડર મોડ્યુલનું પરીક્ષણ કર્યું હતું.

ચંદ્રયાન મિશન માટે તમિલનાડુમાંથી ત્રીજી વખત ઈસરોને માટી સપ્લાય કરવામાં આવી છે. આ માટીને બેંગ્લોરમાં ઈસરોના હેડક્વાર્ટરમાં મોકલવામાં આવી હતી, જ્યાં ચંદ્ર પર મિશન માટે લેન્ડરનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

પેરિયાર યુનિવર્સિટીના જીઓલોજી વિભાગના ડાયરેક્ટર પ્રોફેસર એસ. અન્બાઝગને જણાવ્યું કે આ માટી નમક્કલ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં છે, તેથી જ્યારે પણ જરૂર પડે ત્યારે આ માટી ઈસરોને મોકલવામાં આવે છે. અમે ભૂસ્તરશાસ્ત્રને લગતા સંશોધનો સતત કરતા રહીએ છીએ. તમિલનાડુમાં આ પ્રકારની માટી છે જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરની માટી જેવી જ છે. જ્યારથી ચંદ્ર મિશનની જાહેરાત થઈ છે ત્યારથી અમે ઈસરોને સમયાંતરે માટી મોકલીએ છીએ.

ચંદ્રયાન 1 ની સફળતા પછી, વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન 2 માટે તૈયારી શરૂ કરી, જેનો ઉદ્દેશ્ય ચંદ્ર પર સૉફ્ટ લેન્ડિંગ કરવાનો હતો અને ચંદ્રની સપાટીનું પરીક્ષણ કરવાનો હતો. ચંદ્રયાન 1નું લક્ષ્ય ચંદ્રની ભ્રમણકક્ષા સુધી પહોંચવાનું હતું, ચંદ્ર પર ઉતરાણ આ મિશનમાં સામેલ નહોતું.

ચંદ્રયાન 2 મિશનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે લેન્ડરને ચંદ્રની સપાટી પર ઉતારવામાં આવશે અને અહીં તેનું પરીક્ષણ કરવામાં આવશે. ઈસરોને લગભગ 50 ટન માટી મોકલવામાં આવી હતી, જે ચંદ્રની સપાટી પર હાજર માટી જેવી જ હતી. અનેક પરીક્ષણો બાદ જાણવા મળ્યું કે નમક્કલ વિસ્તારમાં મળેલી માટી ચંદ્ર પર હાજર માટી જેવી જ છે. પ્રોફેસરે કહ્યું કે અમે ચંદ્રયાન 4 મિશન માટે પણ માટી સપ્લાય કરવાની તૈયારી કરી રહ્યા છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X