Video: ચંદ્રયાન -3એ મોકલ્યો ચાંદા મામાનો પહેલો ફોટો, અનુભવાઈ રહ્યુ છે ગુરુત્વાકર્ષણ

Chandrayaan-3 Update: ચંદ્રયાન 3 ઓગસ્ટ 5, 2023ના રોજ ચંદ્રની ઑર્બિટમાં પહોંચી ગયુ છે. તે ચંદ્રની ચારે તરફ 1900 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે અંડાકાર ઑર્બિટમાં ભ્રમણ કરી રહ્યુ છે. આ દરમિયાન ચંદ્રયાન 3 એ ચંદ્રનો પહેલો ફોટો મોકલ્યો છે.

આ ફોટો ઈસરો દ્વારા LVM3-M4/ચંદ્રયાન-3 મિશન ટ્વિટર હેન્ડર પર રવિવારે રાતે શેર કરવામાં આવ્યો છે. ઈસરો દ્વારા શેર કરવામાં આવેલા 45 સેકન્ડના વીડિયોમાં લખવામાં આવ્યુ છે કે 5 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રની કક્ષામાં જતી વખતે ચંદ્રયાન-3 સ્પેસક્રાફ્ટથી આવો દેખાયો ચાંદ.

moon

વીડિયોમાં ચંદ્રની સપાટી પર વાદળી, લીલા રંગના ખાડા દેખાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે રવિવારે મોડી રાતે ચંદ્રયાન 3એ સફળતાપૂર્વક ચંદ્રનુ પરિભ્રમણ કરીને પોતાની કક્ષા બદલી છે.

ઈસરોએ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે હવે ચંદ્રયાન 3 ચંદ્રની વધુ નજીક છે. હવે તે ચંદ્રની ભ્રમણકક્ષામાં છે, જે પૃથ્વીના આ ઉપગ્રહની સપાટીની સૌથી નજીક હશે ત્યારે 170 કિલોમીટર હશે અને જ્યારે તે સૌથી દૂર હશે ત્યારે 4313 કિલોમીટર હશે. હવે 9 ઓગસ્ટના રોજ મોડી રાત્રે 1 થી 2 વચ્ચે બીજી પ્રક્રિયા થશે.

આ પહેલા શનિવારે જ્યારે ચંદ્રયાન 3 પહેલી વાર ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું, ત્યારે તેણે પૃથ્વી પરના ઈસરો કેન્દ્રને સંદેશ મોકલ્યો - હું ચંદ્રનું ગુરુત્વાકર્ષણ અનુભવું છું. લગભગ 3,84,400 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ તે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું. ઈસરોએ રવિવારે એક નિવેદન જાહેર કરીને કહ્યુ હતુ કે ચંદ્રની ભ્રમણકક્ષામાં અવકાશયાન ચંદ્રના ગુરુત્વાકર્ષણને અનુભવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે મહત્વાકાંક્ષી અવકાશયાન દક્ષિણ ધ્રુવ પર ઉતરવા માટે લોૉન્ચ કરવામાં આવ્યું હતું. તે લૉન્ચ થયાના 22માં દિવસે તેની યાત્રા પર છે. ઈસરોના બેંગ્લોર સ્પેસ યુનિટને ચંદ્રયાન-3નો સંદેશ મળ્યો હતો. ઈસરોએ જણાવ્યું કે ચંદ્રયાને પોતાના સંદેશમાં કહ્યું, "હું ચંદ્રનું ગુરુત્વાકર્ષણ અનુભવી રહ્યો છું."

ચંદ્રયાન-3 14 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તે 40 દિવસની મુસાફરી બાદ ચંદ્ર પર પહોંચશે. રવિવાર તેમના પ્રવાસનો 23મો દિવસ છે. તે ઘણી જટિલ પ્રક્રિયાઓ બાદ 23 ઓગસ્ટ 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં સોફ્ટ લેન્ડિંગ કરશે. જો સોફ્ટ લેન્ડિંગ સફળ થશે તો ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X