For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભક્તો માટે ખુલ્યા બદરીનાથ ધામના કપાટ, હજારોની સંખ્યામાં પહોંચ્યા શ્રદ્ધાળુ, જુઓ Pics

બદરીનાથ ધામના કપાટ શુક્રવારે બ્રહ્મમુહૂર્ત અને મેષ લગ્નમાં 4 વાગીને 15 મિનિટ પર શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

બદરીનાથ ધામના કપાટ શુક્રવારે બ્રહ્મમુહૂર્ત અને મેષ લગ્નમાં 4 વાગીને 15 મિનિટ પર શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. બદરીધામના કપાટ પૂરા વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ વિધાન સાથે આજે શ્રદ્ધાળુઓના દર્શન માટે ખોલવામાં આવ્યા છે. આજે અહીં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા છે. આશા છે કે આજે હજારોની સંખ્યામાં લોકો દર્શન કરશે.

આ પણ વાંચોઃ ISC પરીક્ષામાં ચોથુ સ્થાન મેળવનાર ઋચા સિંહ એક દિવસ માટે બની DCPઆ પણ વાંચોઃ ISC પરીક્ષામાં ચોથુ સ્થાન મેળવનાર ઋચા સિંહ એક દિવસ માટે બની DCP

ભક્તો માટે ખુલ્યા બદરીનાથ મંદિરના કપાટ

ભક્તો માટે ખુલ્યા બદરીનાથ મંદિરના કપાટ

ઉલ્લેખનીય છે કે બદરીનાથ મંદિર બદરીનારાયણ મંદિર પણ કહે છે કે જે અલકનંદા નદીના કિનારે સ્થિત છે. આ મંદિર ભગવાન વિષ્ણુના રૂપ બદરીનાથને સમર્પિત છે. આ હિંદુઓના ચાર ધામમાંથી એક ધામ પણ છે, મંદિરમાં નર નારાયણ વિગ્રહની પૂજા થાય છે. અહીં અખંડ દીપ પ્રગટે છે કે જે અચળ જ્ઞાનજ્યોતિનું પ્રતીક છે.

પૌરાણિક માન્યતા

પૌરાણિક માન્યતા

પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે ગંગા નદી ધરતી પર અવતરિત થઈ તો તે 12 ધારાઓમાં વહેંચાઈ ગઈ. આ સ્થાન પર હાજર ધારા અલકનંદાના નામથી પ્રખ્યાત થઈ અને આ સ્થાન બદરીનાથ, ભગવાન વિષ્ણુનો વાસ બન્યુ.

નર નારાયણ વિગ્રહની પૂજા

નર નારાયણ વિગ્રહની પૂજા

વિષ્ણુ પુરાણ, મહાભારત અને સ્કંદ પુરાણ જેવા ઘણા પ્રાચીન ગ્રંથોમાં આ મંદિરનો ઉલ્લેખ મળે છે. આઠમી સદી પહેલા આલવાર સંતો દ્વાર રચિત નાલયિર દિવ્ય પ્રબંધમાં પણ આના મહિમાનું વર્ણન છે.

આદિ શંકરાચાર્યએ આનુ નિર્માણ કરાવ્યુ

આદિ શંકરાચાર્યએ આનુ નિર્માણ કરાવ્યુ

ભગવાન વિષ્ણુની પ્રતિમાવાળા વર્તમાન મંદિર 3,133 મીટરની ઉંચાઈ પર સ્થિત છે અને માનવામાં આવે છે કે આદિ શંકરાચાર્યએ આનુ નિર્માણ કરાવ્યુ હતુ. બદરીનાથની મૂર્તિ શાલીગ્રામશિલામાંથી બની છે. કહેવામાં આવે છે કે આ મૂર્તિ દેવતાઓએ નારદકુંડમાંથી કાઢીને સ્થાપિત કરી હતી.

English summary
Badrinath Dham Doors Opens Today for Pilgrims, here is some interesting facts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X