ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ફરી શરૂ, બદ્રીનાથ હાઇવે રિપેર માટે ટીમ કામે લાગી!

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ફરી શરૂ થઈ ગઈ છે. સરકારે કહ્યું છે કે, યાત્રાળુઓ સરળતાથી યમુનોત્રી-ગંગોત્રી અને કેદારનાથ જઈ શકે છે. બીજી તરફ બદ્રીનાથ તરફ જતા બદ્રીનાથ હાઇવેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.

હરિદ્વાર, 20 ઓક્ટોબર 2021 : ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા ફરી શરૂ થઈ ગઈ છે. સરકારે કહ્યું છે કે, યાત્રાળુઓ સરળતાથી યમુનોત્રી-ગંગોત્રી અને કેદારનાથ જઈ શકે છે. બીજી તરફ બદ્રીનાથ તરફ જતા બદ્રીનાથ હાઇવેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે આ હાઇવેને નુકસાન થયું છે. આ હાઈવે હાલ જોશીમઠ પાસે બંધ છે અને તેના કારણે અહીં હજુ બદ્રીનાથ યાત્રા શરૂ થઈ નથી.

Chardham Yatra

ઉત્તરાખંડ પોલીસ તરફથી કહેવામાં આવ્યુ છે કે, ટૂંક સમયમાં બદ્રીનાથ યાત્રા પણ સુરારૂ રૂપે શરૂ થઈ જશે. પોલીસે તેના સત્તાવાર ટ્વિટર પર જણાવ્યું હતું કે, યમુનોત્રી-ગંગોત્રી, કેદારનાથ ધામ યાત્રા ફરી શરૂ થઈ છે. જો કે જોશીમઠ નજીક બદ્રીનાથ હાઇવે બંધ થવાના કારણે બદ્રીનાથ યાત્રા શરૂ થઇ શકી ન હતી, પરંતુ બદ્રીનાથ યાત્રા પણ ટૂંક સમયમાં શરૂ થઇ જશે.

આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિક સાથે મુલાકાત કરી પૂરગ્રસ્ત ઉત્તરાખંડની સમીક્ષા કરી હતી. જેપી નડ્ડાએ નિર્દેશ આપ્યો છે કે આરોગ્ય કર્મચારીઓએ નાના જૂથોમાં અસરગ્રસ્ત લોકો સુધી પહોંચવું જોઈએ.

ઉલ્લેખનિય છે કે, ઉત્તરાખંડમાં નૈનિતાલ પાસે વાદળ ફાટ્યા બાદ ભારે વરસાદને કારણે અત્યારસુધીમાં 40 થી વધુ લોકોના મોત થઈ ગયા છે. આ ઉપરાંત કેટલાક લોકોના લાપત્તા થયાના પણ અહેવાલ છેે. જો કે હવે સ્થિતી સામાન્ય થઈ રહી છે અને ધીમે ધીમે જનજીવન સામાન્ય થતા ચાર ધામ યાત્રા બહાલ કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X