For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી ચાર ધામ યાત્રા શરૂ, કોરોનાની આ ગાઈડલાઈનનુ પાલન કરવુ જરૂરી

આ વર્ષની ચારધામ યાત્રા આજે શનિવારે(18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. જાણો ગાઈડલાઈન.

|
Google Oneindia Gujarati News

દહેરાદૂનઃ આ વર્ષની ચારધામ યાત્રા આજે શનિવારે(18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. ઉત્તરાખંડ હાઈકોર્ટ દ્વારા ચારધામ યાત્રા પર રોક હટાવવાના એક દિવસ બાદ શુક્રવારે રાજ્ય સરકારે કોવિડ-19 સંબંધિ નિયમોના કડક અનુપાલન સાથે એસઓપી જાહેર કરી છે. ચારધામ યાત્રામાં જતા દરેક તીર્થયાત્રીઓ 72 કલાક પહેલોને આરટી-પીસીઆર કોવિડ નેગેટીવ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.

chardham

ચારધામ યાત્રા માટે જાહેર કરવામાં આવેલી એસઓપી મુજબ 72 કલાક પહેલા આરટી-પીસીઆર કોવિડ નેગેટીવ રિપોર્ટ અથવા કોરોના રસીના બંને ડોઝ લાગ્યા હોવાનુ પ્રમાણપત્ર રજૂ કરવુ અનિવાર્ય છે. કોરોના વાયરસ માટે સંવેદનશીલ રાજ્યો(કેરળ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ)થી આવતા તીર્થયાત્રીઓ માટે 72 કલાક પહેલા કોરોના મુક્ત તપાસ રિપોર્ટ લાવવો અનિવાર્ય છે. વળી, તીર્થયાત્રીઓ ચારધામ યાત્રા પર સામાજિક અંતર જાળવવા સાથે પૂજામાં શામેલ થઈ શકશે પરંતુ તેમને મંદિરના ગર્ભગૃહોમાં પ્રવેશની અનુમતિ નહિ હોય. પવિત્ર કુંડમાં પણ શ્રદ્ધાળુઓના ડૂબકી લગાવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે પ્રસિદ્ધ ચારધામ બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી મંદિરો દર વર્ષે એપ્રિલ-મેમાં દર્શન માટે ખોલવામાં આવે છે પરંતુ આ વખતે કોવિડ-19ની બીજી લહેરના કારણે આ યાત્રા શરૂ થઈ શકી નથી. હાઈકોર્ટે શ્રદ્ધાળુઓની સંખ્યા સીમિત રાખવાના નિર્દેશો મુજબ બદરીનાથમાં રોજ મહત્તમ 1000, કેદારનાથમાં 800, ગંગોત્રીમાં 600 અને યમુનોત્રીમાં 400 શ્રદ્ધાળુઓની સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે. ચારધામ યાત્રાના માર્ગ પર ઘણા ચેકપોસ્ટ મૂકવામાં આવ્યા છે જેથી કોરોનાના તમામ પ્રતિબંધોનુ અનુપાલન યોગ્ય રીતે થઈ શકે.

English summary
Chardham Yatra starts today, Uttarakhand government issued SOP, Know what is mendatory.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X