For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિપોર્ટર સાથે મારપીટ બાદ પત્રકારોએ હેલમેટ પહેરીને ભાજપ નેતા સાથે કરી વાત

છત્તીસગઢના રાયપુરમાં જે રીતે પત્રકાર સાથે મારપીટનો મામલો સામે આવ્યો હતો તે બાદ પત્રકારોએ અનોખા અંદાજમાં પોતાનું વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

છત્તીસગઢના રાયપુરમાં જે રીતે પત્રકાર સાથે મારપીટનો મામલો સામે આવ્યો હતો તે બાદ પત્રકારોએ અનોખા અંદાજમાં પોતાનું વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ છે. તમામ પત્રકારોએ રાયપુરમાં ભાજપના જિલ્લા પ્રમુખ રાજીવ અગ્રવાલ સામે પ્રદર્શન શરૂ કરી દીધુ છે. રાજીવ અગ્રવાલ સહિત ત્રણ અન્ય લોકોની પત્રકાર સુમન પાંડે સાથે મારપીટના આરોપમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. બુધવારે જ્યારે તમામ પત્રકાર ભાજપ નેતા સાથે વાત કરવા માટે આવ્યા તો એ લોકોએ હેલ્મેટ પહેર્યુ હતુ. રાયપુર પ્રેસ ક્લબના અધ્યક્ષ દામુ અમેદરે કહ્યુ કે અમે વિરોધ કરવા માટે હેલમેટ પહેર્યુ હતુ.

પ્રદર્શન

પ્રદર્શન

અમેદરે જણાવ્યુ કે હવે જ્યારે પણ ભાજપ નેતાની પ્રેસ કોન્ફરન્સ હશે કે સાઉન્ડ બાઈટ આપશે ત્યારે અમે પોતાની સુરક્ષા અંગે કોઈ પ્રકારનું જોખમ નહિ લઈ શકીએ એટલા માટે અમે હેલમેટ પહેરીને આમાં ભાગ લઈશુ. તેમણે જણાવ્યુ કે 500-600 સિટી રિપોર્ટર્સ હેલમેટ પહેરીની પોતાનો વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છે. તે હેલમેટ પહેરીને અને બાઈક રેલી કાઢીને પત્રકાર સાથે મારપીટની ઘટનાનો વિરોધ કરી રહ્યા છે. મંગળવારે એક બાઈક રેલી કાઢીને પત્રકાર સાથે મારપીટની ઘટનાનો વિરોધ કર્યો. મંગળવારે એક બાઈક રેલીનું આયોજન કર્યુ હતુ. આ દરમિયાન ભાજપ કાર્યાલય સામે પત્રકારો દ્વારા ખૂબ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા.

પત્રકારોની માંગ

પત્રકારોની માંગ

રાયપુરના સ્થાનિક પત્રકારોએ જણાવ્યુ કે અમારી ભાજપ પાસે બે માંગ છે. અમે ઈચ્છીએ છીએ કે રાજીવ અગ્રવાલને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવે. વળી, પત્રકારોની સુરક્ષા માટે નવો કાયદો બનાવવામાં આવે જેમકે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે વચન આપ્યુ હતુ. પત્રકારોની માંગ છે કે આવનાર વિધાનસભા સત્રમાં આ કાયદો પાસ કરવામાં આવે.

અમે માફી માંગી

અમે માફી માંગી

શનિવારે બનેલી ઘટના બાદ ભાજપના નેતા સુભાષ રાવે કહ્યુ કે મીડિયાને કહેવામાં આવ્યુ હતુ કે તે ફોટો લેવા અને વાત કર્યા બાદ તે બહાર જતા રહે, પરંતુ સુમન પાંડે બહાર ન ગયા. તે પાર્ટીની બેઠકની જાસૂસી કરી રહ્યા હતા અને આનો વીડિયો બનાવી રહ્યા હતા આ કારણે તેમને પાર્ટી કાર્યાલયમાંથી બહાર કરી દીધા હતા. મીડિયા તો મીડિયા છે તે આ મુદ્દાનો સનસની બનાવશે. ભાજપે મીડિયા માટે બધુ કર્યુ છે અમે હાથ જોડીને માફી માંગી છે, હવે તમે બીજુ શું ઈચ્છો છો.

સમીક્ષા બેઠક

સમીક્ષા બેઠક

તમને જણાવી દઈએ કે શનિવારે પિયુષ પાંડે ભાજપની ડિવિઝન ઓફિસમાં ઘણા પત્રકારો સાથે હાજર હતા. આ તમામ પત્રકાર અહીં આંતરિક સમીક્ષાને કવર કરવા માટે આવ્યા હતા. આ સમીક્ષા બેઠક રાજ્યમાં પાર્ટીની હાલમાં થયેલી હારના કારણ મંથન અંગે કરવામાં આવી હતી. આ દરમિયાન પાર્ટીના નેતાઓની પાંડે સાથે આ વાત અંગે ચર્ચા થઈ કે તે ફોન પર ઘટનાને રેકોર્ડ કરી રહ્યા હતા. વરિષ્ઠ પત્રકાર સંજીવ ગુપ્તાએ જણાવ્યુ કે આ દરમિયાન ભાજપ નેતાએ તેમને રોકવાની કોશિશ કરી અને તેમને આઈડી કાર્ડ બતાવવા માટે કહ્યુ પરંતુ કદાચ તેમની પાસે આઈડી કાર્ડ નહોતુ.

આ પણ વાંચોઃ નવવધુનો વર્જિનિટી ટેસ્ટ કરાવનારને મળશે સજા, મહારાષ્ટ્ર સરકાર બનાવશે કાયદોઆ પણ વાંચોઃ નવવધુનો વર્જિનિટી ટેસ્ટ કરાવનારને મળશે સજા, મહારાષ્ટ્ર સરકાર બનાવશે કાયદો

English summary
Chattisgarh Journalist protest in unique way against BJP leader for slapping reporter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X