ફરી એકઠા થઇ રહ્યા છે દેશના દગાબાજ- સીએમ યોગીએ I.N.D.I.A ગઠબંધન પર નિશાન સાધ્યું
સીએમ યોગી આદિત્યનાથે વિપક્ષી ગઠબંધન પર મોટો હુમલો બોલ્યો છે. સીએમ યોગીએ કહ્યું કે દેશ સાથે દગાબાજી કરનાર રમખાણો ફેલાવનારા ફરી એકજુટ થઇ રહ્યા છે. પીએમને રોકવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમને સમર્થ અને સક્ષમ ભાર સારું નથી લાગી રહ્યું. યોગીએ કહ્યું કે જનતાને જાગરૂક રહી તેમને રોકવા પડશે. શનિવારે ગોરખપુરના મહંત દિગ્વિજય નાથ સ્મૃતિ પાર્કમાં જનસભાને સંબોધિત કરતી વેળાએ યોગી આદિત્યનાથે ઈન્ડિયા ગઠબંધન પર વાક્ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ડબલ એન્જીનની સરકાર માત્ર શિલાન્યાસ જ નથી કરતી, શિલાન્યાસ વાળાં કાર્યોનું ઉદ્ઘાટન પણ કરે છે.

જનતાએ જાગરુત રહેવું છે
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક તરફ વિકાસ અને રાષ્ટ્રવાદની જ્યોત જાગી રહી છે.
કેટલીય યોજનાઓનો શિલાન્યાસ કર્યો
સીએમ યોગી શનિવાર અપરાહ્ન મહંત દિગ્વિજય નાથ સ્મૃતિ પાર્કમાં 629 કરોડ રૂપિયાની લાગત વાળી જળ નિગમ અને લોક નિર્માણ વિભાગની 195 વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ બાદ જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ ગોરખનાથ મંદિરથી નકહા ઓવરબ્રિજ થતા સ્પોર્ટ્સ કોલેજ સુધી માર્ગના 41.20 કરોડ રૂપિયાની લાબગથી ફોરલેન પહોળો કરવા તથા 20.18 કરોડ રૂપિયાના ખર્ચે મહાવનખોર-નેતવર બજાર-કેમ્પિયરગંજ માર્ગનું લોકાર્પણ અને 567.21 કરોડ રૂપિયાના ખર્ચે 193 ગ્રામ પંચાયતો માટે નળથી શુદ્ધ પેજળની પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો.
ડબલ એન્જીન સરકાર માત્ર શિલાન્યાસ જ નહીં લોકાર્પણ પણ કરે છે
લોકાર્પણ અને શિલાન્ય્સાને જન્માષ્ટમીન ગિફ્ટ ગણાવતા સીએમ યોગીએ જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવતા તમામ માટે મંગળકામના કરી અને કહ્યું કે ડબલ એન્જીન સરકાર માત્ર શિલાન્યાસ નથી કરતી, હવે તો બલકે ઉદ્ઘાટન પણ કરે છે. તેમણે કહ્યું કે દેશ, દુનિયામાં નવી આભા સાથે ચમકી રહ્યો છે. ભારત પ્રત્યે દુનિયાની ધારણા બદલી રહી છે. વૈશ્વિક સ્તરે દેશનું સમ્માન વધ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે દેશની વસતીના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના લોકો સામે 2917થી પૂર્વ ઓળખનું સંકટ હતું. આ ગંભીર સંકટ ભાઈ ભતીજાવાદ, પરિવારવાદ, જાતિવાદ, માફિયાવાદ, ભ્રષ્ટાચારની રાજનીતિને પગલે હતું. યુપીની જનતાએ હવે એ તમામ લોકો સામે જ ઓળખનો સંકટ ઉભો કરી દીધો છે જેમણે યુપીની સામે ઓળખનું સંકટ ઉભું કર્યું હતું.












Click it and Unblock the Notifications
