છત્તીસગઢના સુકમામાં નક્સલીઓએ કર્યો બ્લાસ્ટ, 10 જવાન શહીદ

Posted By:
Subscribe to Oneindia News

છત્તીસગઢના સુકમામાં નક્સલીઓએ આઇઇડી બ્લાસ્ટ કર્યો છે. જેમાં સીઆરપીએફના 10 જવાન શહીદ થયા છે. આ બ્લાસ્ટમાં 5 જેટલા સીઆરપીએફ જવાન ઇજાગ્રસ્ત છે. જેમાંથી 4ની હાલત ગંભીર છે. 212 બટાલિયનના સૈનિકો આ બ્લાસ્ટનો શિકાર બન્યા છે. વધુમાં ઇજાગ્રસ્ત જવાનોને હેલિકોપ્ટરથી રાયપુર લઇ જવામાં આવ્યા છેઆ બ્લાસ્ટ મંગળવારે છત્તીસગઢના કિસ્તરામ વિસ્તારમાં થયો છે. નક્સલીઓએ પહેલા અહીં લેન્ડમાઇન બ્લાસ્ટ કર્યો અને પછી ફાયરિંગ કરવાનું શરૂ કર્યું. જેમાં જવાનો અને નક્સલીઓ વચ્ચે 2 કલાક જેવી સામસામી ફાયરિંગ પણ થઇ. એન્ટી નક્સલ ઓપરેશનના સ્પેશ્યલ ડીજી ડીએમ અવસ્થીએ જણાવ્યું કે એક પેટ્રોલિંગ પાર્ટી કિસ્તરામથી પલોડી પેટ્રોલિંગ માટે જઇ રહી હતી ત્યારે આ હુમલો કરવામાં આવ્યો છે. 

blast

આઇઇડી બ્લાસ્ટ પછી સ્થિતિને સંભાળવા માટે વધારાની ફોર્સ આ સ્થળે મોકલવામાં આવી હતી. જો કે હાલ આ સ્થળે ફાયરિંગની કોઇ સૂચના નથી મળી. ઉલ્લેખનીય છે કે આ પહેલા 7 માર્ચે પણ નક્સલીઓએ છત્તીસગઢના કાંકેર જિલ્લામાં પણ આઇઇડી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં બે જવાન શહીદ થયા હતા. આ જવાન 134 બટાલિયનના હતા. એટલું જ નહીં 6 માર્ચે પણ નક્સલીઓ દ્વારા યાત્રીઓના વહાનોને આગ લગાવવામાં આવી હતી. અને તેમણે ત્રણ ટ્રક અને તેલંગાના આરટીસીની બે બસોને આગ લગાવી હતી. સાથે જ એક યુવકને પણ ગોળી મારી હતી. જેની પણ મોત થઇ હતી.

English summary
Chhattisgarh: 10 CRPF jawans killed in IED blast by Naxals in Sukma

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.