Chhattisgarh Elections: છત્તીસગઢના સુકમામાં મતદાન દરમિયાન આઈઈડી બ્લાસ્ટ, ફરજ પર તૈનાત CRPF કમાંડો ઘાયલ

Chhattisgarh Assembly Election 2023 Voting 1st Phase: છત્તીસગઢની ચૂંટણીની તારીખોની જાહેરાત બાદથી નક્સલવાદીઓ સતત હંગામો મચાવી રહ્યા છે. આજે સુકમા જિલ્લામાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન નક્સલવાદીઓએ IED બ્લાસ્ટ કર્યો છે.

આ IED બ્લાસ્ટમાં CRPFના વિશેષ એકમ કોબ્રાનો એક કમાન્ડો ઘાયલ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, CRPF અને કોબ્રાની 206મી બટાલિયનની સંયુક્ત ટીમ ટોંડામાર્કા કેમ્પથી એલમાગુંડા ગામ તરફ રવાના થઈ હતી.

naxal

આ દરમિયાન કોબ્રા 206મી બટાલિયનના ઈન્સ્પેક્ટર શ્રીકાંતે નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા આઈઈડી પર પગ મૂક્યો હતો. જેના કારણે બ્લાસ્ટ થયો અને સૈનિકો ઘાયલ થયા. જે વિસ્તારમાં IED બ્લાસ્ટ થયો હતો. તે વિસ્તાર કોન્ટા વિધાનસભા મતવિસ્તારમાં આવે છે.

પ્રથમ તબક્કાની ચૂંટણી અંતર્ગત કોન્ટામાં પણ મતદાન થઈ રહ્યું છે. છત્તીસગઢના મંત્રી કાવાસી લખમા અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તરમાં નક્સલવાદીઓ સતત તબાહી મચાવી રહ્યા છે. 6 નવેમ્બરના રોજ નક્સલવાદીઓએ નારાયણપુરાના મુરહાપાદરમાં IED પ્લાન્ટ કરવાની પણ યોજના બનાવી હતી.

અધિક પોલીસ અધિક્ષક હેમસાગર સિદરે જણાવ્યું કે ITBPની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને એક IED બૉમ્બ શોધી કાઢ્યો અને તેને નિષ્ક્રિય કરતી વખતે ITBPના એક જવાનને સામાન્ય ઈજા થઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X