Chhattisgarh Election : મતદાન પહેલા નક્સલી હુમલા વધ્યા, બે જગ્યાએ IED બ્લાસ્ટ કરાયા
છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી પહેલા નક્સલવાદી વિસ્તારોમાં હુમલા વધી રહ્યા છે. બીજેપી નેતા રતન દુબેની હત્યા બાદ હવે અન્ય બે જગ્યાઓએ IED બ્લાસ થયા છે.
સોમવારે નારાયણપુર જિલ્લા અને કાંકેરમાં થયેલા આ બ્લાસ્ટમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. નારાયણપુર જિલ્લાના મુરહાપદાર ગામમાં નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા IED બોમ્બને નિષ્ક્રિય કરતી વખતે ITBPનો એક જવાન ઘાયલ થયો છે.

બીજી તરફ કાંકેર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટર પછી સોમવારે IED વિસ્ફોટમાં BSF જવાન અને મતદાન દળના બે સભ્યો ઘાયલ થયા.
પોલીસના જણાવ્યા અનુસાર, BSF અને જિલ્લા દળની સંયુક્ત પાર્ટી કાંકેર જિલ્લાના છોટાબેટીયા પોલીસ સ્ટેશનની 4 પોલિંગ પાર્ટીઓ સાથે કેમ્પ મારબેડાથી રેંગાઘાટી રેંગાગોંડી પોલિંગ બૂથ તરફ જઈ રહી હતી. ઘાયલોની સારવાર ચાલી રહી છે અને તેમની હાલત સામાન્ય છે.
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. મોહલા-માનપુર-અંબાગઢ ચોકી પાસે જવાનોનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.
આ પહેલા 4 નવેમ્બરે બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલ આઈઈડી ડિફ્યુઝ કરતી વખતે એક જવાન ઘાયલ થયો હતો.
જણાવી દઈએ કે, ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારના બુર્જી ગામની પૂર્વમાં નક્સલવાદીઓએ ત્રણ કિલો વજનનો IED પ્લાન્ટ કર્યો હતો.
છત્તીસગઢમાં પહેલા તબક્કાનું મતદાન 7 નવેમ્બરે થવા જઈ રહ્યું છે, જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મતદાન ટીમ મતદાન મથકો માટે રવાના થઈ રહી છે. પ્રથમ તબક્કામાં બસ્તર વિભાગની 12 વિધાનસભા બેઠકો અને રાજનાંદગાંવ લોકસભા ક્ષેત્રની 8 વિધાનસભા બેઠકો પર મતદાન થશે.












Click it and Unblock the Notifications
