Chhattisgarh Election : પીએમ મોદીએ સ્કેચ ગિફ્ટ કરનારી બાળકીને પત્ર લખ્યો, રેલીમાં વાત કરી હતી
પીએમ નરેન્દ્ર મોદી બે દિવસ પહેલા ચૂંટણી રેલી માટે કાંકેર પહોંચ્યા હતા. આ દરમિયાન એક બાળકીએ પીએમ મોદી માટે પ્રેમ વ્યક્ત કર્યો હતો.
ધોરણ 5ની વિદ્યાર્થિની આકાંક્ષા ઠાકુરે પોતાના હાથે પીએમ મોદીનો સ્કેચ બનાવ્યો હતો અને તે સ્કેચ લઈને સભામાં ઉભી હતી.પીએમ મોદીની નજર તે બાળકી પર પડતાં બાળકીને સ્ટેજ પર બોલાવીને સ્કેચ લીધો હતો.

આ પછી પીએમ મોદીએ બાળકીને પત્ર લખવાનું વચન આપ્યું હતું. હવે પીએમ મોદીએ પોતાનું વચન પાળ્યું છે. પીએમ મોદીએ આકાંક્ષાને પત્ર લખીને તેના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી છે.
પીએમએ આકાંક્ષાને પત્રમાં લખ્યું છે કે, તેના દ્વારા બનાવેલો સ્કેચ પહોંચી ગયો છે, આગળ નરેન્દ્ર મોદીને લખ્યું છે કે દીકરીઓ દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે, તેમનો ઉદ્દેશ્ય દીકરીઓ માટે સુરક્ષિત, સ્વસ્થ અને સુવિધાઓવાળા રાષ્ટ્રનું નિર્માણ કરવાનો છે.
પીએમ મોદીએ આકાંક્ષાને લખ્યું કે, તમારા બધાનો આ પ્રેમ મારી તાકાત છે. આકાંક્ષાએ પીએમ મોદી સાથે એક તસવીર ક્લિક કરાવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે, જો કે હજુ સુધી તેની ઈચ્છા પૂરી થઈ નથી.












Click it and Unblock the Notifications
