Chhattisgarh Elections : છત્તીસગઢની તમામ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે આપ, સંદિપ પાઠકે સંભાળ્યો ચાર્જ
Chhattisgarh Elections : છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ પોતાની નવી ટીમ બનાવી લીધી છે. શનિવારના રોજ પાટનગર રાયપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા પોતાના નવનિયુક્ત પદાધિકારીના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શામેલ થયેલા રાજ્યસભા સાંસદ ડૉ. સંદિપ પાઠકેૉને ઘણા મુદ્દા બાબાતે મીડિયા સાથે વાતચીત કરી હતી.

AAP 90 સીટો પર ચૂંટણી લડશે - ડૉ સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં AAP છત્તીસગઢની તમામ સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે. સાંસદ સંદીપે જણાવ્યું હતું કે, દંતેવાડામાં 10 જવાનો શહીદ થયા છે. આવી ઘટનાઓ મનને ખૂબ દુઃખી કરે છે, રોષ પેદા કરે છે.
કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં ડઝનબંધ જવાનો શહીદ થયા છે, પરંતુ સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહી નથી.
નક્સલવાદી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને સ્થાનિક સમસ્યાઓ અંગે કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. જેના કારણે સમસ્યાઓ રહે છે. AAP સાંસદ દ્વારા દિલ્હી અને પંજાબ સરકારની તર્જ પર નક્સલવાદી ઘટનામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને 1 કરોડ રૂપિયાના માનદ રકમની પણ માંગ કરવામાં આવી હતી.
કેજરીવાલ પાસેથી ઘર છીનવી લો - ભાજપ પર કટાક્ષ કરતા AAP સાંસદ સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નિવાસસ્થાન 80 વર્ષ જૂનું નાનું હતું. જાહેર બાંધકામ વિભાગે જણાવ્યું હતું કે, મકાનનું રિનોવેશન થઈ શક્યું નથી.
મુખ્યમંત્રી આવાસને લઈને કોઈ જોખમ ન લઈ શકાય તેમ કહીને આખું ઘર નવેસરથી બનાવવાની વાત થઈ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મુદ્દો ન હોવાથી તે તેને મુદ્દો બનાવવામાં વ્યસ્ત છે.
AAP સાંસદે ટોણો માર્યો કે, જો ભાજપને લાગે છે કે, કેજરીવાલનું ઘર ખૂબ જ શુભ છે, જેના કારણે તેઓ વારંવાર મુખ્યમંત્રી બની રહ્યા છે, તો તેમણે આ ઘર છીનવી લેવું જોઈએ.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
