For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોટબંધીનો નિર્ણય કરીને લોકોને બેવકૂફ બનાવવામાં આવ્યા: રાહુલ ગાંધી

વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રચાર અભિયાનને મજબૂત કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસ માટે છત્તીસગઢ પહોંચ્યા છે.

|
Google Oneindia Gujarati News

વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રચાર અભિયાનને મજબૂત કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસ માટે છત્તીસગઢ પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ છત્તીસગઢના પાંખજુરમાં અને કાંકેરમાં જનસભા સંબોધિત કરી અને ફરી એકવાર મોદી સરકાર પર પ્રહાર કર્યા. તેમને છત્તીસગઢની રમન સિંહ સરકાર પર પણ પ્રકાર કર્યા છે. તેમને રેલીમાં હાજર લોકોને ભાજપને હરાવવા માટે અપીલ કરી છે.

આ પણ વાંચો: 2019માં રાહુલ ગાંધીને પીએમ ઉમેદવાર બનાવવા પર થરુરનું મોટુ નિવેદન

રાફેલ અંગે ફરી એકવાર પીએમ મોદી પર પ્રહાર

રાફેલ અંગે ફરી એકવાર પીએમ મોદી પર પ્રહાર

પીએમ મોદી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ રાફેલ ડિલનો ઉલ્લેખ કર્યો. એટલું જ નહીં પરંતુ નોટબંધી પર પણ પીએમ મોદી પર પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે નોટબંધીનો નિર્ણય કરીને લોકોને બેવકૂફ બનાવવામાં આવ્યા. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે તેમને પોતાના કેટલાક બિઝનેસમેન મિત્રોનું ત્રણ લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું પરંતુ ખેડૂતોની મદદ નહીં કરી.

અંબાણીએ આખા જીવનમાં હવાઈજહાજ નથી બનાવ્યું

અંબાણીએ આખા જીવનમાં હવાઈજહાજ નથી બનાવ્યું

રાફેલ ડીલ અંગે રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ મોદીને ઘેર્યા છે. રાહુલ ગાંધી ઘ્વારા જણાવવામાં આવ્યું કે કંપનીએ એચએએલ પાસેથી કોન્ટ્રેક્ટ ખુચવીને અંબાણીની કંપનીને આપી દીધો. મોદી સરકારે 526 કરોડનું રાફેલ 1600 કરોડમાં ખરીદ્યું. રાહુલ ગાંધીએ જણાવ્યું કે અંબાણીએ આખા જીવનમાં હવાઈજહાજ નથી બનાવ્યું જયારે એચએએલ છેલ્લા 70 વર્ષથી વિમાન બનાવી રહી છે.

મોટા ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડ્યો

મોટા ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડ્યો

પીએનબી ઘોટાળો અને વિજય માલ્યાના વિદેશ ભાગવાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે માલ્યા દેશ છોડતા પહેલા અરુણ જેટલીને મળીને ગયો હતો. નીરવ મોદી અને મેહુલ ચોક્સી પૈસા લઈને ભાગી ગયા. રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્રની મોદી સરકારે દેશની સામાન્ય જનતા માટે કઈ જ નથી કર્યું અને ફાયદો ફક્ત મોટા ઉદ્યોગપતિઓને જ પહોંચાડ્યો.

English summary
chhattisgarh elections: rahul gandhi attacks pm modi in kanker rally
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X