મળો અસલી જિંદગીના ‘ન્યૂટન'ને, જે ગર્વ સાથે નિભાવી રહ્યા છે પોતાની ચૂંટણી ફરજો
તમામ વિષમ પરિસ્થિતિઓમાં પણ તમામ સુરક્ષાકર્મી અને અધિકારીઓ પોતાની ફરજ પૂરી કરવાથી પીછેહટ નથી કરી રહ્યા.
છત્તીસગઢમાં જે રીતે ચૂંટણી દરમિયાન નક્સલીઓ સતત એક મોટો પડકાર બનેલા છે અને સુરક્ષાકર્મીઓ તેમજ સરકારી અધિકારીઓને નિશાન બનાવી રહ્યા છે તે સમયે ચૂંટણી સફળતાપૂર્વક કરાવવી પ્રશાસન માટે ઘણુ મુશ્કેલ સાબિત થઈ રહ્યુ છે. તમામ વિષમ પરિસ્થિતિઓમાં પણ તમામ સુરક્ષાકર્મી અને અધિકારીઓ પોતાની ફરજ પૂરી કરવાથી પીછેહટ નથી કરી રહ્યા. તમે બોલિવુડની ફિલ્મ ન્યૂટન જોઈ હશે જેમાં રાજકુમાર રાવ ચૂંટણી અધિકારીની ભૂમિકામાં જોવા મળે છે અને તે તમામ પડકારો સાથે ચૂંટણી માટે કોઈ પણ પ્રકારની સમજૂતી નથી કરતા. કંઈક આ જ રીતે આજે છત્તીસગઢમાં થઈ રહેલ ચૂંટણી દરમિયાન એક નહિ પરંતુ ઘણા ન્યૂટન ચૂંટણી ફરજ નિભાવી રહ્યા છે.

જવાબદારી પર છે ગર્વ
ચૂંટણી ફરજમાં તમામ સરકારી અધ્યાપકો, આંગણવાડી અને પંચાયતના કાર્યકર્તા શામેલ છે કે જે જંગલ, નદી, તળાવ વગેરેને પાર કરીને પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. આ લોકો બસ્તરના વિષમ વિસ્તારોમાં ચૂંટણી ફરજ કરવા માટે પહોંચ્યા છે કે જે નક્સલ પ્રભાવિત વિસ્તાર છે. છત્તીસગઢના ઘણા વિસ્તારો એવા છે જ્યાં 20 વર્ષમાં પહેલી વાર ચૂંટણી થવા જઈ રહી છે. અધિકારીઓ ખૂબ ગર્વથી કહે છે કે ઘણી એવી જગ્યાઓ પર ચૂંટણી થઈ રહી છે જે હજુ સુધી ગૂગલ મેપ પર પણ નથી.

અસલી જિંદગીના ન્યૂટન
ચૂંટણીમાં તૈનાત આ અધિકારીઓ સાથે મુલાકાત બાદ ન્યૂટન ફિલ્મના હીરો રાજકુમાર રાવની કહાની આની સાથે ઘણી મળતી લાગે છે. અધિકારીઓને તમામ પડકારોનો સામનો કરીને ચૂંટણી ફરજમાં જવુ પડી રહ્યુ છે જ્યાં તેમને જીવનું પણ જોખમ છે પરંતુ કોઈ પણ આની ફરિયાદ નથી કરી રહ્યુ જો કે અમુક લોકો કહે છે તેઓ ડરેલા છે પરંતુ તેઓ પોતાની જવાબદારીમાંથી પીછેહટ નહિ કરે.

પિતા-ભાઈ માટે
સુકુમા જિલ્લાની 25 વર્ષીય આંગણવાડી મહિલા પણ ચૂંટણી ફરજમાં શામેલ છે. તે કહે છે કે આ તે પોતાના પિતા અને ભાઈ માટે કરી રહી છે. બંને સલવા જુડુમ દરમિયાન થયેલા માઓવાદી હુમલામાં માર્યા ગયા હતા. મહિલાનું કહેવુ છે કે તે હંમેશાથી પોતાના પિતાની જેમ કંઈ ક્રાંતિકારી કરવા ઈચ્છતી હતી તો હું આ મારા પિતા અને ભાઈ માટે કરી રહી છુ. અમને અહીં શાંતિ અને આશા જોઈએ. સફળ ચૂંટણી આ દિશામાં ઘણુ મહત્વની છે.

અપરિણીત હોવાના કારણે પસંદ કરાયો
સુકુમાના જ 22 વર્ષીય પંચાયત કાર્યકર્તા કે જે ચૂંટણી ફરજમાં શામેલ છે તેમનું કહેવુ છે કે પોતાના વિસ્તારમાં હું એકમાત્ર એવો વ્યક્તિ છુ કે જે ચૂંટણી ફરજમાં ભાગ લઈ રહ્યો છુ. અપરિણીત હોવાના કારણે મને પસંદ કરવામાં આવ્યો છે. હું થોડો ગભરાયેલો છુ પરંતુ કંઈ વાંધો નહિ, હું મારા ગામનો પહેલો એવો વ્યક્તિ છુ કે જે હેલીકોપ્ટરમાં બેસશે. વળી, 30 વર્ષીય અધ્યાપક કે જે ચૂંટણી ફરજમાં શામેલ છે તેમનું કહેવુ છે કે હું હંમેશાથી પોતાના છાત્રોને એ ભણાવુ છુ કે તમારે દેશ માટે કંઈક કરવુ જોઈએ. હવે આ મારો સમય છે કે હું દેશ માટે કંઈક કરુ. જો તમે મને પૂછશો કે હું કેવુ અનુભવી રહ્યો છુ તો મને ખબર નહિ પરંતુ મને એવુ અનુભવાઈ રહ્યુ છે કે જાણે હું ભગતસિંહની જેમ કંઈક કરી રહ્યો છુ.












Click it and Unblock the Notifications
