Chhattisgarh : કિસાન કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી લલ્લુ સિંહ આમ આદમી પાર્ટીમાં જોડાયા, સંજીવ જ્હાએ સદસ્યતા અપાવ

આમ આદમી પાર્ટી પંજાબ અને દિલ્હી બાદ હવે છત્તીસગઢ ફતેહ કરવા માટે મેદાને પડી છે. આ ક્રમમાં પાર્ટીના મોટા નેતા છત્તીસગઢ પહોંચી રહ્યા છે ત્યારે હવે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પાર્ટીને તોડી છે અને તેના એક મોટા નેતાને પાર્ટીમાં આવકાર્યા છે.

છત્તીસગઢમાં આમ આદમી પાર્ટી સતત પોતાનો વિસ્તાર કરી રહી છે ત્યારે પાર્ટીએ કોંગ્રેસને મોટો ઝટકો આપતા રાજ્ય કિસાન કોંગ્રેસના મહાસચિવ લલ્લુ સિંહને પાર્ટીમાં સામેલ કર્યા છે. પ્રદેશ પ્રભારી સંજીવ ઝા અને પ્રદેશ અધ્યક્ષ કોમલ હુપેંડીની હાજરીમાં તે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

Lallu Singh

સંજીવ ઝા અને કોમલ હુપેંડીએ લલ્લુ સિંહને કેપ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા. લલ્લુ સિંહ હાલમાં રાજ્ય કિસાન કોંગ્રેસના મહાસચિવ અને રાયગઢ જિલ્લા કોંગ્રેસ ગ્રામીણના સંયુક્ત મહાસચિવ હતા.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, લલ્લુ સિંહ ભૂતકાળમાં કોંગ્રેસમાં ઘણા મોટા પદો પર રહ્યા છે. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ કોમલ હુપેંડીએ જણાવ્યુ કે, રાજ્યમાં રાજકીય પક્ષોના નેતાઓ આમ આદમી પાર્ટીમાં તેમનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. જનતા સાથે નેતાઓને પણ આમ આદમી પાર્ટીમાં ભવિષ્ય જોઈ રહ્યા છે.

તેમણે કહ્યું કે, લોકો અરવિંદ કેજરીવાલના વિકાસ મોડલને પસંદ કરી રહ્યા છે. અમે દરેકનું સ્વાગત કરીએ છીએ અને દિલ્હી અને પંજાબના વિકાસ મોડલની જેમ છત્તીસગઢનો એકસાથે વિકાસ કરવી ઈચ્છા રાખીએ છીએ.

અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં જ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન છત્તીસગઢની મુલાકાતે પહોંચ્યા હતા અને અહીં તેમને રાજ્યની તમામ વિધાનસભા સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

અરવિંદ કેજરીવાલે બિલાસપુરમાં લોકોને સંબોધતા કહ્યું કે, ભગવાને છત્તીસગઢને આપવામાં કોઈ કસર છોડી નથી. કોલસો, લોખંડ દરેક ખનિજ સંપત્તિ અહીં છે. માત્ર એક ખામી છે અને કે છે પ્રમાણિક નેતા. તેમણે કહ્યું કે, છત્તીસગઢ આજે ભ્રષ્ટાચારના નામથી ઓળખાય છે. બીજેપીને જ્યારે મોકો મળ્યો ત્યારે રાજ્યને લૂંટ્યુ છે. જ્યારે કોંગ્રેસના લોકોને મોકો મળ્યો તેમને લૂંટ્યુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X