Chhattisgarh Mining Scam : કોંગ્રેસના નેતાઓ સાથે જોડાયેલા સ્થળો પર ઇડીની રેડ
Chhattisgarh Mining Scam : છત્તીસગઢની રાજધાની રાયપુરમાં 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન કોંગ્રેસ પાર્ટીનું ત્રણ દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે. આ પહેલા EDના દરોડાથી રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.
Chhattisgarh Mining Scam : છત્તીસગઢમાં સોમવારના રોજ એક ધારાસભ્યો સહિત કોંગ્રેસના નેતા સાથે જોડાયેલી જગ્યાઓ પર ED ની રેડને કારણે કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, વડાપ્રધાન ઇડીને ત્યાં નહીં મોકલે જ્યાં તેની જરૂરિયાત છે. તેમની પાસે ફેર એન્ડ લવલી સ્કિમ છે. જેના પર પૂર્વમાં ઇડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, જે ભાજપમાં જોડાયા બાદ નિર્દોષ થઇ જાય છે.

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધતા જણાવ્યું છે કે, આ રીતે સંમેલનની તૈયારીમાં લાગેલા સાથીઓને રોકીને અમારી ભાવના તોડી શકાય નહીં.
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રાની સફળતા અને અદાણીનું સત્ય સામે આવવાથી ભાજપ નિરાશ છે. આ રેડ ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે. 4 દિવસ બાદ રાયપુરમાં કોંગ્રેસનું સંમેલન છે. આ રીતે તૈયારીમાં લાગેલા આપણા સાથીઓને રોકીને આપણા આત્માને તોડી ન શકાય.
ભૂપેશ બઘેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના અધિવેશન પહેલા તપાસની શું જરૂર છે? તે જે કેસોની વાત કરી રહ્યો છે, તેની તપાસ 1-2 મહિના પહેલા અથવા 1-2 મહિના બાદ પણ થઈ શકી હોત, પરંતુ સંમેલનના બરાબર 4 દિવસ પહેલા આ કરવાથી શું થાય છે?
ઉલ્લેખનીય છે કે, કોલસા વસૂલાત કેસમાં ચાલી રહેલી તપાસના ભાગ રૂપે EDએ સોમવારના રોજ કોંગ્રેસના નેતાઓ સહિત છત્તીસગઢમાં અનેક સ્થળો પર સર્ચ કર્યું હતું. છત્તીસગઢની રાજધાની રાયપુરમાં 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન કોંગ્રેસ પાર્ટીનું ત્રણ દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે.
આ અગાઉ EDના રેડથી અહીં રાજકીય ગરમાવો વધી ગયો છે. બઘેલે ટ્વીટમાં જણાવ્યું હતું કે, આજે EDએ છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ સમિતિના ખજાનચી, પાર્ટીના પૂર્વ ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય સહિત મારા ઘણા સાથીદારોના ઘરો પર રેડ કરી છે. ચાર દિવસ બાદ રાયપુરમાં કોંગ્રેસનું સંમેલન છે. આ રીતે તૈયારીઓમાં લાગેલા સાથીઓને રોકીને આપણા આત્માને તોડી ન શકાય.
મુખ્યમંત્રીએ અન્ય એક ટ્વિટમાં જણાવ્યું છે કે, ભાજપ 'ભારત જોડો યાત્રા'ની સફળતા અને અદાણીનું સત્ય સામે આવવાથી નિરાશ છે. આ રેડ ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે. દેશ સત્ય જાણે છે. અમે લડીશું અને જીતીશું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભિલાઈ (દુર્ગ જિલ્લા) ના ધારાસભ્ય દેવેન્દ્ર યાદવ, છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ સમિતિના ખજાનચી રામ ગોપાલ અગ્રવાલ, છત્તીસગઢ સ્ટેટ બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ વેલફેર બોર્ડના અધ્યક્ષ સુશીલ સન્ની અગ્રવાલ, પાર્ટીના રાજ્ય પ્રવક્તા આર પી સિંહ સહિત અન્ય નેતાઓના એક ડઝનથી વધુ સ્થળોએ સોમવારની સવારથી હાથ ધરવામાં આવી હતી.
અધિકારીઓ માહિતી આપી હતી કે, ED વર્તમાન સરકારના કાર્યકાળ દરમિયાન કથિત કોલસા વસૂલાત કૌભાંડના લાભાર્થીઓની તપાસ કરી રહી છે.
EDએ આ રેડ અંગે જણાવ્યું છે કે, તપાસ એક વિશાળ કૌભાંડ સાથે સંબંધિત છે. જેમાં વરિષ્ઠ અમલદારો, ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ અને મધ્યસ્થીઓ સાથે સંકળાયેલા જૂથ દ્વારા છત્તીસગઢમાં પરિવહન કરવામાં આવતા કોલસાના પ્રત્યેક ટન માટે 25 રૂપિયાની ગેરકાયદેસર ખંડણી કરવામાં આવી હતી.
આ કેસમાં અત્યાર સુધીમાં નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાજ્ય વહીવટી સેવા અધિકારી ચૌરસિયા, ઉદ્યોગપતિ સૂર્યકાંત તિવારી, તેના કાકા લક્ષ્મીકાંત તિવારી, છત્તીસગઢ કેડરના ભારતીય વહીવટી સેવા (આઈએએસ) અધિકારી સમીર બિશ્નોઈ અને અન્ય કોલસા વેપારી સુનીલ અગ્રવાલનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
