Chhattisgarh Election 2023: બીજા તબક્કાના 953માં 253 ઉમેદવાર કરોડપતિ, 447 કરોડના માલિક છે ટીએસ સિંહ દેવ
ADR Report: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 7 નવેમ્બરે મતદાન થયું હતું. રાજ્યમાં બીજા તબક્કાની ચૂંટણી માટે 17 નવેમ્બરે મતદાન થશે. ચૂંટણીના બીજા તબક્કામાં રાજ્યની 70 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે.
બીજા તબક્કાની ચૂંટણીમાં કુલ 953 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 253 કરોડપતિ છે. વળી, 100 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. આ ડેટા એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ અને નેશનલ ઈલેક્શન વોચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

ADRના વિશ્લેષણ મુજબ, છત્તીસગઢની 70 સીટો માટે બીજા તબક્કામાં મતદાન થવાનું છે. તેમાં 953 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાંથી 253 કરોડપતિ છે.
રાજ્યના ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ સૌથી વધુ કરોડપતિ ઉમેદવારોમાં સામેલ છે. જેમની કુલ સંપત્તિ 447 કરોડ રૂપિયા છે. ADR મુજબ કોંગ્રેસના 60 અને ભારતીય જનતા પાર્ટીના 57 ઉમેદવારો કરોડપતિ છે.
આ સિવાય જનતા કોંગ્રેસના 26 અને આમ આદમી પાર્ટીના 19 ઉમેદવારો કરોડપતિ છે. તમને જણાવી દઈએ કે મંત્રી બન્યા બાદ ટીએસ સિંહદેવની સંપત્તિમાં લગભગ 52 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં ટીએસ સિંહદેવે પોતાની સંપત્તિ 500 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જાહેર કર્યું હતું. ટીએસ સિંહદેવ સુરગુજા રાજ્યના રાજા છે.
ટીએમ સિંહ દેવ અંબિકાપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 2008થી સતત આ બેઠક પરથી જીતતા આવ્યા છે. કોંગ્રેસની સરકાર બન્યા બાદ તેઓ મુખ્યમંત્રીપદની રેસમાં પણ સામેલ હતા. બાદમાં ભૂપેશ બઘેલ મુખ્યમંત્રી બન્યા.
ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડ પર નજર કરીએ તો એક વાત સ્પષ્ટ થાય છે કે 953માંથી 100 ઉમેદવારો ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે અને તેમાંથી 56 સામે ગંભીર કેસ નોંધાયેલા છે. જ્યારે કોંગ્રેસ તરફથી 13 ઉમેદવારો, ભારતીય જનતા પાર્ટી તરફથી 12 ઉમેદવારો ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે.












Click it and Unblock the Notifications
