17 નવેમ્બરે થશે છત્તીસગઢમાં બીજા તબક્કાનુ મતદાન, જાણો કેટલા મતદારો કરશે વોટિંગ
Chhattisgarh Election: છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 70 વિધાનસભા સીટો પર 17 નવેમ્બરે મતદાન થશે. આ માટે સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. બીજા તબક્કામાં 70 વિધાનસભા સીટો પર કુલ 958 ઉમેદવારો મેદાનમાં છે.
છત્તીસગઢમાં કુલ 1 કરોડ 63 લાખથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર, બિન્દ્રાવગઢ વિધાનસભા મતવિસ્તારના 9 મતદાન મથકો - કમરભૌડી, આમોરા, ઓધ, બડે ગોબરા, ગંવરગાંવ, ગરીબા, નાગેશ, સાહબિંકછાર અને કોડોમાલીમાં સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી મતદાન થશે.

આ સિવાય અન્ય 69 વિધાનસભા ક્ષેત્રોની જેમ બિન્દ્રાનવગઢના બાકીના મતદાન મથકો પર પણ સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે.












Click it and Unblock the Notifications
