For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Good News: ગોવા પછી હવે મણિપુર બન્યુ કોરોના મુક્ત, બધા દર્દી થયા રિકવર

કોરોના સામે ચાલી રહેલી લડત દરમિયાન એક સારા સમાચાર આવી રહ્યા છે. ગોવા પછી હવે મણિપુર કોરોના વાયરસના સંક્રમણથી મુક્ત થનારુ બીજુ રાજ્ય બની ગયુ છે.

|
Google Oneindia Gujarati News

કોરોના સામે ચાલી રહેલી લડત દરમિયાન એક સારા સમાચાર આવી રહ્યા છે. ગોવા પછી હવે મણિપુર કોરોના વાયરસના સંક્રમણથી મુક્ત થનારુ બીજુ રાજ્ય બની ગયુ છે. આની માહિતી મુખ્યમંત્રી એન બીરેન સિંહે ટ્વિટ કરીને આપી છે. તેમણે કહ્યુ કે આ જણાવતા મને ખુશી થાય છે કે મણિપુર કોરોના મુક્ત થઈ ગયુ છે. તેમણે કહ્યુ કે બધા દર્દી રિકવર થઈ ગયા છે અને તેમને રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.

manipur

મુખ્યમંત્રી એન બીરેન સિંહે કહ્યુ કે રાજ્યમાં કોરોના વાયરસનો કોઈ પણ નવો કેસ સામે આવ્યો નથી. આ પહેલા વધુ એક રાહતના સમાચાર આવ્યા હતા જ્યારે રવિવારે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે ગોવા હવે કોરોના વાયરસથી મુક્ત થઈ ચૂક્યુ છે, ત્યાંના સંક્રમિત બધા દર્દીઓ હવે સંપૂર્ણપણે રિકવર થઈ ગયા છે. સીએમ પ્રમોદ સાવંતે જણાવ્યુ હતુ કે 3 એપ્રિલ, 2020 બાદથી રાજ્યમાં કોઈ કોરોના વાયરસનો કેસ સામે આવ્યો નથી.

કોરોના વાયરસના સંક્રમણની ચેન તોડ્યા બાદ દેશમાં લૉકડાઉનનો બીજો તબક્કો 3 મે સુધી માટે લાગુ છે. લૉકડાઉન હેઠળ માત્ર જૂરરી સેવાઓની શ્રેણીમાં આવતી સુવિધાઓ જ સામાન્ય લોકો માટે ખુલ્લી છે. જો કે 20 એપ્રિલથી લૉકડાઉન-2માં અમુક સેવાઓમાં છૂટ મળવાની શરૂ થઈ ગઈ છે. છૂટ છતં સોશિયલ ડિસ્ટંસીંગ અને માસ્ક પહેરવાની અનિવાર્યતાનુ પાલન કરવાનુ રહેશે. હૉટસ્પૉટ અને કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ પ્રકારની છૂટ આપવામાં આવી નથી.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1553 નવા પૉઝિટીવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધીને 17265 થઈ ગઈ છે. વળી, કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં થયેલા 36 લોકોના મોત સાથે મૃતકોનો આંકડો વધીને 543 થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ અત્યાર સુધી કોરોના વાયરસના 2546 દર્દી રિકવર થઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ કોરોના વાયરસે ફરીથી મચાવ્યુ તાંડવ, 24 કલાકમાં સામે આવ્યા 1553 નવા કેસઆ પણ વાંચોઃ કોરોના વાયરસે ફરીથી મચાવ્યુ તાંડવ, 24 કલાકમાં સામે આવ્યા 1553 નવા કેસ

English summary
Chief Minister N Biren Singh tweets- Manipur is now coronavirus free
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X