For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇકના સમયે બાળક જન્મ્યું, નામ રાખ્યું- મિરાજ સિંહ

પુલવામા આતંકવાદી હુમલા પછી, ભારતીય વાયુ સેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇકથી સમગ્ર દેશમાં ખુશીનું વાતાવરણછે.

|
Google Oneindia Gujarati News

પુલવામા આતંકવાદી હુમલા પછી, ભારતીય વાયુ સેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇકથી સમગ્ર દેશમાં ખુશીનું વાતાવરણછે. દેશમાં ચારેય બાજુ દરેક વ્યક્તિએ પોતાની રીતે આ ખુશી વ્યક્ત કરી છે. એવામાં રાજસ્થાનના એક સૈનિકના પરિવારમાં જન્મેલા બાળકનું નામ મિરાજ સિંહ રાઠોર રાખીને ભારતીય હવાઇ દળને સલામી આપી છે.

આ પણ વાંચો: કારગિલ યુદ્ધમાં જ્યારે ફ્લાઈટ લેફ્ટનન્ટ નચિકેતાને પાકે કર્યા કેદ, આ રીતે પાછા લાવ્યા વાજપેયી

એર સ્ટ્રાઇકની ખુશખબરી

એર સ્ટ્રાઇકની ખુશખબરી

હકીકતમાં નાગૌર જિલ્લાના ડાબડા ગામના રહેવાસી મહવીર સિંહની પત્ની સોનમએ 26 ફેબ્રુઆરીએ 3 વાગીને 50 મિનિટ પર પુત્રને જન્મ આપ્યો હતો. જ્યારે ભારતીય હવાઇ દળનું ફાઇટર પ્લેન 'મિરાજ' પાડોશી દેશમાં પ્રવેશ્યું હતું અને સર્જીકલ સ્ટ્રાઇકથી દુશ્મનના આતંકી કેમ્પનો નાશ કરી રહ્યું હતું. પુત્રના જન્મ પછી પરિવારના સભ્યોએ એર સ્ટ્રાઇકની ખુશખબરી પણ સાંભળવા મળી ત્યારબાદ પરિવારએ ભારતીય વાયુસેનાના પરાક્રમને અંજામ સુધી પહોંચાડનારા ફાઈટર વિમાન મિરાજ પર બાળકનું નામ 'મિરાજ ' સિંહ રાઠોડ રાખ્યું છે.

કુટુંબના સભ્યો સેનામાં છે

કુટુંબના સભ્યો સેનામાં છે

પુલવામામાં આતંકવાદી હુમલાના જવાબી કાર્યવાહીથી પ્રભાવિત થઈને, પરિવારે બાળકનું નામ મિરાજ સિંહ રાઠોડ રાખ્યું. મિરાજના પરિવારના મોટાભાગના સભ્યો સેનામાં છે. મોટા પપ્પા ભૂપેન્દ્ર સિંહ હવાઇ દળમાં છે અને નૈનીતાલ એર ફોર્સ સ્ટેશન પર છે. જ્યારે મીરાજના બીજા મોટા પપ્પા એસએસ રાઠોડ ભારતીય ભૂમિ સેનાની નિવૃત્ત જવાન છે.

પાકિસ્તાનમાં મિરાજે આતંક મચાવ્યો

પાકિસ્તાનમાં મિરાજે આતંક મચાવ્યો

નોંધપાત્ર રીતે પુલવામા હુમલા પછી ભારતીય હવાઇ દળે પાકિસ્તાનમાં બાલકોટ પર બૉમ્બમારો કર્યો. હવાઈ હુમલામાં 300 આતંકવાદીઓના મોતની ખબર સામે આવી છે. આ સમગ્ર હુમલામાં એર ફોર્સના 12 મિરાજ (2000) વિમાનોએ પાકિસ્તાનની ભૂમિ પર હુમલો કર્યો હતો અને લેસર માર્ગદર્શિત બોમ્બ ફેંક્યા હતા.

English summary
Child born during IAF's air strike in Pakistan named 'Mirage Singh' by parents
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X