તેલંગાણાની કરૂણાતિંકા તસવીરોમાં, અકસ્માતમાં 25 બાળકોના મોત
બેગ્લોંર: આંધ્ર પ્રદેશમાં તાજેતરમાં બનેલા નવા રાજ્ય તેલંગાણામાં ગુરૂવારે સવારે એક ટ્રેન સાથે બાળકો ભરેલી સ્કુલ બસ ટકરાતાં બસમાં બેઠેલા 15 નાના માસૂમ બાળકો પોતાની માતાની મમતાને ત્યાગીને જતા રહ્યા. ઘટના સ્થળ પર માહોલ એકદમ ગમગીન રહ્યો. ભિડંતમાં બસના ભંગાણમાં વેરાયેલા બાળકોના પુસ્તકો એ રજૂ કરી રહ્યાં છે માસૂમ બાળકો કેટલા દર્દમાંથી પસાર થયા હશે.
ઘટના સ્થળ પર બચાવ માટે સ્થાનિક લોકો એકઠા થઇ ગયા. દરેકની આંખો ભરાઇ આવી. તમારે માટે કેટલીક તસવીરો લાવ્યા છીએ. તમે સ્લાઇડરમાં તસવીરો જોઇ શકો છો કે ત્યાં સ્થિતી કેવી છે.

માતાનું દર્દ
સ્કુલ બસ જ્યારે ઘરેથી બાળકોને લઇને જઇ રહી હતી તો કોઇને અંદાજો પણ નહી હોય કે આટલો મોટો અકસ્માત સર્જાશે, તે માતાને પણ નહી જે આંગળી પકડીને પોતાના પુત્રને બસમાં બેસાડવા માટે આવી હશે. તસવીરોમાં સ્પષ્ટ જોઇ શકો છો કે કેટલું ભયાનક દર્દ આપી ગયો આ અકસ્માત.

સ્કુલ બસ
ઝડપથી ચાલી દોડી રહી હતી, ટ્રેન પણ ઝડપી હતી. એકદમ બસ આવે છે, ટ્રેનનો પાયલોટ વિચારી પણ શકતો નથી કે કયું બટન દબાવે, બસ પલકારામાં જ બસનો ભુક્કો થઇ જાય છે. ડ્રાઇવર સમજદારી દાખવીને આરામ-આરામથી ગાડી ચલાવતો તો કદાચ જીવ બચી જાત. જલદી જવાના ચક્કરમાં ફાટક પાર કર્યું અને સર્જાયો અકસ્માત.

સ્થિતીને જાણી
રાજશેખર રેડ્ડીના પુત્ર જગન મોહન રેડ્ડી ઘટના સ્થળ પર રોકકળ કરતી માતાઓના હાલ જાણવા માટે પહોંચ્યા. પરિજનોની સાથે બેઠેલા જગન.

પુસ્તકો
બાળકોએ દફતર લગાવી રાખ્યા હતા, પરંતુ હવે તેનું શું જ્યારે માનો લાલ ન રહ્યો. પંદર બાળકો આ દર્દનાક અકસ્માતનો ભોગ બન્યા.

ઘટનાસ્થળની મુલાકાત
ઘટનાસ્થળ પર સ્થાનિક ઓફિસરો અને રાજકીય નેતાઓ ઉમટી પડ્યાં હતા.

બસનો વળી ગયો કચ્ચરઘાણ
ટ્રેન ચપેટમાં આવેલી સ્કુલ બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તે તસવીરમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે.

ઉમટ્યા લોકોના ટોળા
અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.

આંખો ભરાઇ આવી
ઘટનાસ્થળે હાજર મહિલાઓના આંખોમાં આંસુ ભરાઇ આવ્યા હતા.

સ્થાનિક લોકો દ્વારા મદદ
અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા.

ચોધાર આંસુનો વરસાદ
પુત્ર-પુત્રીને ગુમાવવાનું દુખ ઠાલવતી માતાઓ ચોધાર આંસુએ રડવા લાગી હતી.

વાયુવેગે પ્રસર્યા સમાચાર
ટ્રેન અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતાં લોકોની ભીડ જામી હતી.

લોકોના ટોળા
આ દર્દનાક દ્રશ્ય જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

ટ્રેન
અકસ્માત બાદ ઉભી રહેલી ટ્રેનની તસવીર.

આશ્વાસન આપતી મહિલા
પુત્ર-પુત્રી ગુમાવ્યાના દુખ વ્યક્ત કરતી એક માતા એક મહિલાના બાથને ભીડીને પોતાનું દુખ ઠાલવી રહી છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ










Click it and Unblock the Notifications
